SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર : કોરોનાનો કહેર ઓછો થતાં કામકાજનો સમય વધારાયો, જાણો હવે કેટલા કલાક બેંક ખુલ્લી રહેશે

|

Jun 02, 2021 | 7:28 AM

કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોએ પ્રતિબંધો હળવા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર : કોરોનાનો કહેર ઓછો થતાં કામકાજનો સમય વધારાયો, જાણો હવે કેટલા કલાક બેંક ખુલ્લી રહેશે
State Bank of India

Follow us on

કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોએ પ્રતિબંધો હળવા કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આ દરમિયાન દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તરફથી ગ્રાહકોઅગત્યના સમાચાર આવ્યા છે. બેંકે શાખાઓના કામકાજના સમય બદલ્યા છે. કોરોનાના કારણે અગાઉ એસબીઆઈ શાખા સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી કામ કરતી હતી હવે તેમાં 2 કલાક વધારવામાં આવ્યા છે. હવે બેંક શાખાઓ 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

બેંકના કામકાજના સમય બદલ્યાં છે
અગાઉ કોરોનાના વધતા જતા કેસોને કારણે બેંકે કામકાજના સમય ઘટાડ્યા હતા. હવે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે તેથી કામના કલાકોમાં 2 કલાકનો વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઇએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી માહિતી આપી છે કે ગ્રાહકો તેમની બેંક સંબંધિત કામ સવારે 10 થી સાંજ 4 વાગ્યા દરમિયાન કરી શકશે. અમારી બધી શાખાઓ સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ખુલી રહેશે, તેમ બેંકે ટ્વિટ કર્યું છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

 

રોકડ ઉપાડના નિયમો બદલાયા
એસબીઆઈએ તેના ગ્રાહકો માટે એક નોટિફિકેશન જારી કરી તેઓને નવા રોકડ ઉપાડના નિયમો વિશે માહિતગાર કર્યા છે. તદનુસાર હવે બિન-સ્થાનિક શાખાઓમાંથી કેશ ઉપાડની મર્યાદા વધારી દેવામાં આવી છે અને ગ્રાહકો એક દિવસમાં 25000 રૂપિયા ઉપાડી શકશે.

1 દિવસમાં રૂપિયા 25000 ઉપાડી શકાશે
એસબીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે કે, “કોરોના રોગચાળામાં તેના ગ્રાહકોને સમર્થન આપવા માટે એસબીઆઇએ ચેક અને ઉપાડના ફોર્મ્સ દ્વારા બિન-સ્થાનિક રોકડ ઉપાડની મર્યાદા વધારી દીધી છે. હવે ગ્રાહકો તેમની નજીકની શાખા (હોમ બ્રાન્ચ સિવાય) જાતે જઈ એક દિવસમાં તેમના બચત ખાતામાંથી 25,000 રૂપિયા ઉપાડ કરી શકે છે.

 

Next Article