Breaking News: ભારતમાં ફરી મોંઘુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ- IMF એ ભારતને લઈને આપી આ ચેતવણી

Petrol Diesel Price Hike: હાલ જ્યારે મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને ઈંધણના ભાવો હજુ વધી શકે છે ત્યારે ભારતમાં હજુ મોંઘવારી વધવાનું જોખમ તોળાઈ રહ્યુ છે.

Breaking News: ભારતમાં ફરી મોંઘુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ- IMF એ ભારતને લઈને આપી આ ચેતવણી
| Updated on: Oct 16, 2026 | 4:28 PM

મિડવ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની અસર ભારત પર પણ પડી શકે છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે ભારતને લઈને ચેતવણી આપી છે કે જો ઈંધણના ભાવો લાંબા સમય સુધી ઊંચા રહેશે તો ભારતમાં મોંઘવારીનું દબાણ વધી શકે છે. અહેવાલ મુજબ, ક્રૂડ ઓઈલની સરખામણીમાં ડીઝલ અને જેટ ફ્યુઅલના ભાવમાં વધુ તીવ્ર વધારો જોવા મળ્યો છે.

ભારતે શોધ્યો વૈકલ્પિક માર્ગ, છતા મોંઘવારીનો ખતરો

IMFના ‘એશિયા-પેસિફિક રીજનલ ઈકોનોમિક રિપોર્ટ’ (ઓક્ટોબર 2026) અનુસાર, ભારતે વર્તમાન સંકટનો સામનો ખૂબ જ સમજદારીપૂર્વક કર્યો છે. મિડલ ઈસ્ટમાં તણાવ હોવા છતાં, ભારતે વિશ્વના અન્ય ભાગોમાંથી કાચું તેલ (ક્રૂડ ઓઈલ) મેળવીને પુરવઠો અવિરત ચાલુ રાખ્યો છે. જૂન મહિના સુધીમાં, દેશમાં તેલનો પુરવઠો સંઘર્ષ પહેલાંના સ્તરે પાછો આવી ગયો હતો. જોકે, IMF ચેતવણી આપે છે કે માત્ર નવા સ્ત્રોતો પર નિર્ભર રહેવું પૂરતું નથી; આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધે તો તેની અસર ભારતીય અર્થતંત્ર પર ચોક્કસપણે પડશે.

ડીઝલ મોંઘુ થશે તો શાકભાજી અને અનાજના ભાવ પણ વધશે

અહેવાલમાં મોટો ખૂલાસો એ પણ કરવામાં આવ્યો છે કે ક્રુડ ઓઈલની સરખામણીમાં રિફાઈન્ડ ઉત્પાદનો, જેમ કે ડીઝલ અને જેટ ફ્યુઅલ (હવાઈ ઈંધણ) ના ભાવમાં વધુ તીવ્ર વધારો થયો છે. ડીઝલના ભાવ વધવાથી માલ-સામાનની હેરફેર અને પરિવહન ખર્ચમાં વધારો થશે, જેની સીધી અસર શાકભાજી, કરિયાણું અને રોજિંદા વપરાશની ઘરગથ્થુ વસ્તુઓના ભાવ પર પડશે. આનાથી સામાન્ય માણસ માટે ઘરના ખર્ચનું સંચાલન કરવું વધુ મુશ્કેલ બની શકે છે.

IMFની સલાહ: માત્ર જરૂરિયાતમંદોને જ સહાય આપો

તેલના વધતા ભાવ માત્ર સામાન્ય જનતાને જ નહીં, પરંતુ સરકારી તિજોરીને પણ અસર કરે છે. IMF સૂચવે છે કે, દરેક વ્યક્તિને ઈંધણ પર સબસિડી આપવા કે ભાવ ઘટાડવાને બદલે, સરકારે સમાજના જરૂરિયાતમંદ અને નબળા વર્ગો માટે ખાસ રાહત યોજનાઓ અમલમાં મૂકવી જોઈએ. આ અભિગમ રાષ્ટ્રીય અર્થતંત્રનું સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થશે.

2026માં ભારતનો વિકાસ દર 7% રહેવાનો અંદાજ

આ પડકારો હોવા છતાં, એક સકારાત્મક બાબત એ છે કે ભારતીય અર્થતંત્રનો પાયો મજબૂત છે. IMFના અંદાજો મુજબ, મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રના શાનદાર પ્રદર્શનને કારણે, 2026માં ભારતનો આર્થિક વિકાસ દર (GDP) 7 % સુધી પહોંચવાની અપેક્ષા છે. જોકે, આ ગતિ જાળવી રાખવા માટે ભારતે ઊર્જા સુરક્ષા અને ડિજિટલ માળખાકીય સુવિધાઓમાં રોકાણ વધારવાની જરૂર પડશે.

અંબાણીના ગઢ જામનગરમાંમાં અમેરિકી વિદેશ મંત્રીની મુલાકાત પાછળનો શું છે અસલી એજન્ડા? મસ્કની ચાલ કે અમેરિકાની કૂટનીતિ!- વાંચો

Follow Us
Loading...
Unable to load recommendations.