Air India અંગે મોટા સમાચાર, ઈલકર આયશીએ CEO બનવા માટે કર્યો ઈન્કાર

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ તુર્કીશ એરલાઈનની પૂર્વ અધ્યક્ષ આયશીએ આ ઓફર ઠુકરાવી દીધી છે. ટાટા સન્સના બોર્ડે તેમને 14 ફેબ્રુઆરીએ આ ઓફર કરી હતી.

Air India અંગે મોટા સમાચાર, ઈલકર આયશીએ CEO બનવા માટે કર્યો ઈન્કાર
Ilker Ayci (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 5:46 PM

એર ઈન્ડિયા (Air India)ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈલકર આયશી (Ilker Ayci)એર ઈન્ડિયાના નવા CEO તરીકે નિમણૂક કરવાની ટાટા ગ્રૂપની ઓફરને નકારી કાઢી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ તુર્કી એરલાઈન્સના પૂર્વ અધ્યક્ષ (Former Chairman of Turkish Airlines) આઈશીએ આ ઓફર ઠુકરાવી દીધી છે. ટાટા સન્સના બોર્ડે તેમને 14 ફેબ્રુઆરીએ આ ઓફર કરી હતી. આયશીએ કહ્યું કે ભારતીય મીડિયાએ તેમની જોઈનીંગને અલગ જ રંગ આપી દીધો છે. તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિ અનુસાર આ ઓફર સ્વીકારવી મારા માટે સન્માનજનક નિર્ણય નહીં હોય. જણાવી દઈએ કે RSSના સંગઠન સ્વદેશી જાગરણ મંચે ઈલકાર આયશીને આપવામાં આવેલી જવાબદારી પર સવાલ ઉઠાવ્યા હતા.

સ્વદેશી જાગરણ મંચે સરકારને અપીલ કરી છે કે તેઓ આયશીની નિમણૂકને મંજૂરી ન આપે. સ્વદેશી જાગરણ મંચે કહ્યું કે આયશીને એર ઈન્ડિયાના વડા બનાવવું દેશના હિતમાં નહીં હોય. SJMના સહ-સંયોજક અશ્વિની મહાજને ગયા અઠવાડિયે કહ્યું હતું કે સરકાર આ મુદ્દે પહેલેથી જ ગંભીર અને સંવેદનશીલ છે. ઈલકાર આયશીની નિમણૂકને ગંભીરતાથી લેવામાં આવી છે. ટાટા સન્સના બોર્ડને એર ઈન્ડિયાના સીઈઓ અંગે સરકાર પાસેથી સુરક્ષા મંજૂરી મેળવવાની જરૂર છે.

રાષ્ટ્રીય સુરક્ષાથી સંબંધિત છે મામલો

જ્યારે સ્વદેશી જાગરણ મંચને પૂછવામાં આવ્યું કે તે ઈલકાર આયશીની નિમણૂકનો વિરોધ કેમ કરી રહી છે, ત્યારે સહ-સંયોજક અશ્વિની મહાજને કહ્યું કે આ મામલો રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત છે. આ નિર્ણય તે વ્યક્તિના સંબંધના આધારે લેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

1 એપ્રિલથી જવાબદારી સંભાળવાની હતી

14 ફેબ્રુઆરીના રોજ ટાટા સન્સે તુર્કી એરલાઈન્સના ભૂતપૂર્વ સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ઈલકાર આયશીની એર ઈન્ડિયાના નવા CEO અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂકની જાહેરાત કરી. આયશી 1 એપ્રિલથી એર ઈન્ડિયાની કમાન સંભાળવાના હતા.

ગૃહ મંત્રાલય આયશી વિશે માહિતી મેળવી રહ્યું છે

ટાટાએ જાન્યુઆરીના અંતમાં સરકાર પાસેથી એરલાઈનનું નિયંત્રણ લઈ લીધું હતું. ગયા અઠવાડિયા સુધી ગૃહ મંત્રાલયને ટાટા જૂથ અથવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી આયશીની નિમણૂક વિશે કોઈ સૂચના મળી ન હતી. આયશી તુર્કીના નાગરિક હોવાથી ગૃહ મંત્રાલય તેના વિશે માહિતી એકત્ર કરવા માટે ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ની મદદ પણ લઈ શકે છે.

વર્તમાન રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે આયશી

આયશી તુર્કીના વર્તમાન રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. એર્દોગન 1994-98ના આ સમયગાળા દરમિયાન ઈસ્તાંબુલના મેયર હતા. એર ઈન્ડિયામાં જોડાતા પહેલા આયશી 2015 થી 2022ની શરૂઆત સુધી ટર્કિશ એરલાઈન્સના ચેરમેન હતા. આ એરલાઈનને બદલવાનો શ્રેય તેમને જાય છે.

આ પણ વાંચો :  MONEY9: જૂની નોકરીનું સેલેરી એકાઉન્ટ ચાલું રાખશો તો શું થશે? જુઓ આ વીડિયોમાં

g clip-path="url(#clip0_868_265)">