જો તમારે સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રહેલ રકમ પર FD જેટલું વ્યાજ મેળવવું હોય તો બેંકમાં જઈને આ સુવિધા ચાલુ કરાવો

સેવિંગ્સ ખાતામાં જમા રહેલ રકમ ઉપર ફિક્સ ડિપોઝીટ જેટલું વ્યાજ મેળવવા માટે તમારે તમારી બેંકમાં જવું પડશે. બેંકમાં જઈને તમારે તમારા સેવિગ્સ બેંક એકાઉન્ટમાં ઓટો સ્વીપ સિસ્ટમ ચાલુ કરાવવા માટે કહેવું પડશે.

જો તમારે સેવિંગ્સ એકાઉન્ટમાં જમા રહેલ રકમ પર FD જેટલું વ્યાજ મેળવવું હોય તો બેંકમાં જઈને આ સુવિધા ચાલુ કરાવો
| Updated on: Jul 31, 2026 | 1:46 PM

જો તમે તમારા બચત ખાતામાં સારી એવી રકમ જાળવી રાખો છો, તો એક ખાસ બેંકિંગ સુવિધા દ્વારા તમે સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટ કરતાં અનેકગણું વધુ વ્યાજ મેળવી શકો છો. આ સુવિધાનું નામ ઓટો સ્વીપ (Auto Sweep Facility) છે. ઘણા ખાતાધારકોને આ સુવિધાની જાણકારી નથી, જ્યારે મોટાભાગની બેંકો પોતાના ગ્રાહકોને આ વિકલ્પ આપે છે.

ઓટો સ્વીપ સેવા શું છે?

ઓટો સ્વીપ એક એવી બેંકિંગ સુવિધા છે, જેમાં તમારા બચત ખાતામાં નિર્ધારિત મર્યાદાથી વધુ જમા થતી રકમ આપ મેળે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં ટ્રાન્સફર થઈ જાય છે. આથી વધારાની રકમ પર તમને સેવિંગ્સ એકાઉન્ટના સામાન્ય વ્યાજના બદલે FD મુજબનું વધુ વ્યાજ મળવા લાગે છે.

આ સેવા કેવી રીતે કામ કરે છે?

બેંક ગ્રાહક સાથે મળીને એક ન્યૂનતમ બેલેન્સ અથવા સ્વીપ લિમિટ નક્કી કરે છે. જો તમારા ખાતામાં આ મર્યાદાથી વધુ રકમ જમા થાય, તો વધારાની રકમ ઓટોમેટિક રીતે FDમાં ફેરવાઈ જાય છે.

દાખલા તરીકે, જો તમારા સેવિંગ્સ ખાતામાં ઓટો સ્વીપ લિમિટ રૂપિયા 25,000 નક્કી કરવામાં આવી હોય અને તમારા સેવિંગ્સ ખાતામાં રૂપિયા 65,000 જમા હોય તો, તો રૂપિયા 25,000 બચત ખાતામાં રહેશે અને બાકીના 35,000 આપમેળે FD તરીકે ટ્રાન્સફર થઈ જશે. આ રૂપિયા 35,000ની રકમ ઉપર તમને બેંકના વર્તમાન FD દર મુજબ વ્યાજ મળશે.

ઓટો સ્વીપ સેવાના મુખ્ય ફાયદા

  • વધારાની રકમ પર FD જેટલું વધુ વ્યાજ મળે છે.
  • બચત ખાતામાં જરૂરી લિક્વિડિટી જળવાઈ રહે છે.
  • FD બનાવવા માટે અલગથી પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી.
  • સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટિક હોવાથી સમય અને મહેનત બંને બચે છે.
  • લાંબા ગાળે વધુ બચત અને વધુ વળતર મેળવવામાં મદદ મળે છે.

 

વધુ વ્યાજ મેળવવા માટે શું કરવું પડશે ?

જો તમારું બચત ખાતું કોઈપણ સરકારી અથવા ખાનગી બેંકમાં હોય અને તેમાં નિયમિત રીતે સારી રકમ જમા રહેતી હોય, તો તમારી બેંકમાં જઈને અથવા ઇન્ટરનેટ બેંકિંગ કે મોબાઇલ બેંકિંગ દ્વારા પૂછો કે ઓટો સ્વીપ સુવિધા ઉપલબ્ધ છે કે નહીં. જો ઉપલબ્ધ હોય, તો તેને સક્રિય કરાવીને તમે તમારી વધારાની બચત પર વધુ વ્યાજનો લાભ મેળવી શકો છો.

Credit Card: વિદેશમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડનો ઉપયોગ થશે મોંઘો, Axis Bank અને Kotak Mahindra Bankએ વધારી DCC ફી

Follow Us
Loading...
Unable to load recommendations.