Auto Debit નો નિયમ બરાબર નહીં સમજો તો અટવાઈ જશે તમારા ટ્રાન્ઝેક્શન, જાણો વિગતવાર

|

Oct 03, 2021 | 7:05 AM

નવા નિયમ અંતર્ગત ગ્રાહકે તેના દરેક પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટને ફરીથી નોંધાવવાનું રહેશે. આમાં જો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ચૂકવણી કરો છો, તો આ નવો નિયમ લાગુ થશે. જો ટ્રાન્ઝેક્શન 5,000 રૂપિયાથી વધુ હોય તો દરેક ઓટો-ડેબિટ માટે OTP નો ઉપયોગ કરવો પડશે.

Auto Debit નો નિયમ બરાબર નહીં સમજો તો અટવાઈ જશે તમારા ટ્રાન્ઝેક્શન, જાણો વિગતવાર
Auto Debit Payments New Rules

Follow us on

તાજેતરમાં ઓટો ડેબિટ(Auto Debit)નો નવો નિયમ અમલમાં આવ્યો છે. રિઝર્વ બેંક(RBI)ની સૂચના અનુસાર 1 ઓક્ટોબરથી ઓટો-ડેબિટિંગ પહેલા બેન્કે ગ્રાહક પાસેથી મેસેજ અથવા ઇમેઇલ દ્વારા મંજૂરી મેળવવાની રહેશે. મંજૂરી બાદ જ ઓટો ડેબિટ શક્ય બનશે. આ નિયમ ત્યારે જ લાગુ થશે જ્યારે ચુકવણી 5,000 રૂપિયાથી વધુ હશે. નહિંતર જૂની સિસ્ટમ ચાલુ રહેશે. નવા નિયમના કારણે ગ્રાહકોના ઘણા અગત્યના વ્યવહાર અટકી શકે છે કારણ કે દેશની માત્ર 60 ટકા બેંકો આ સિસ્ટમ સાથે જોડાયેલી છે.

નિષ્ણાતો કહે છે કે મોટાભાગની મુશ્કેલી સરકારી બેંકો સાથે છે કારણ કે તેઓ હજુ સુધી આ ઓટો-ડેબિટ નિયમ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા નથી. ઉદાહરણ તરીકે ભારતીય સ્ટેટ બેંક (SBI) ના ડેબિટ કાર્ડ્સ પર ઓટો-ડેબિટ ઓક્ટોબરના થી શરૂ થઈ શકશે. જોકે, આ નિયમ તેના ક્રેડિટ કાર્ડ પર 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે.

આ બેન્કોમાં નિયમ લાગુ પડ્યો નથી
ખાનગી બેન્કોની વાત કરીએ તો HDFC બેન્ક, ICICI બેન્ક, સિટી બેન્ક, IDFC બેન્ક અને એક્સિસ બેન્કે ઓટો-ડેબિટનો નિયમ લાગુ કર્યો છે પરંતુ ઇન્ડસઇન્ડ બેન્ક, બેન્ક ઓફ બરોડા, આરબીએલ બેન્ક અને યસ બેન્કે હજુ તેને શરૂ કરવાનું બાકી છે. આ બેન્કો ઓટો ડેબિટની તૈયારી કરી રહી છે.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

શું સમસ્યાઓ આવશે?
રેઝરપેના સહ-સ્થાપક શશાંક કુમારે જણાવ્યું હતું કે આરબીઆઇ દ્વારા લાગુ કરવામાં આવેલા આ ઓટો-ડેબિટ નિયમથી આગળ જતા ગ્રાહકોને ઘણો ફાયદો થશે પરંતુ ટૂંકા ગાળામાં ઘણી ગૂંચવણો ઉભી કરશે. કાર્ડ્સ હજુ સુધી સંપૂર્ણપણે નવી સિસ્ટમમાં ટ્રાન્સફર થયા નથી. જે બેન્કોએ આ સિસ્ટમનો અમલ કર્યો નથી તેઓ આદેશ અથવા વ્યવહાર પૂર્ણ કરી શકશે નહીં.

આ પેમેન્ટમાં કોઈ સમસ્યા નહીં થાય
બેંકો અને ક્રેડિટ કાર્ડ કંપનીઓએ પહેલાથી જ તેમના ગ્રાહકોને આ અંગે જાણ કરી દીધી છે અને ઓટો-ડેબિટમાંથી નિયમ બદલાવા જઈ રહ્યો છે. જે ગ્રાહકોએ નવો નિયમ સ્વીકાર્યો નથી તેમને વીજળી, પાણી, ફોન, એલપીજી અથવા ઓટીટી સબ્સ્ક્રિપ્શન બિલ ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જોકે એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ અને ઈએમઆઈની ચુકવણી પર કોઈ અસર થશે નહીં.

સમય મર્યાદા વધારવા રજુઆત કરાઈ
પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને અને બેન્કોને સમય આપવા માટે RBI ને પત્ર લખ્યો છે. પત્રમાં ઓટો-ડેબિટના નવા નિયમને એક કે બે મહિના લંબાવવાની માંગ કરવામાં આવી છે. પેમેન્ટ કાઉન્સિલ કહે છે કે તમામ ભાગીદારો આ કામને યોગ્ય સમયે અમલમાં મૂકવા માટે સખત મહેનત કરી રહ્યા છે પરંતુ તેમાં થોડો વધુ સમય લાગશે.

આ બાબત યાદ રાખજો
નવા નિયમ અંતર્ગત ગ્રાહકે તેના દરેક પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટને ફરીથી નોંધાવવાનું રહેશે. આમાં જો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા UPI દ્વારા ચૂકવણી કરો છો, તો આ નવો નિયમ લાગુ થશે. ફરીથી નોંધણી કર્યા પછી પ્રથમ વ્યવહાર માટે ઓથેન્ટિકેશન કરવું પડશે. એટલે કે SMS અથવા ઇમેઇલ પર પ્રાપ્ત OTP દ્વારા તેની ચકાસણી કરવાની રહેશે. જો ટ્રાન્ઝેક્શન 5,000 રૂપિયાથી વધુ હોય તો દરેક ઓટો-ડેબિટ માટે OTP નો ઉપયોગ કરવો પડશે.

આ પણ વાંચો : Bank Holidays in October 2021 : ચાલુ મહિનામાં 21 દિવસ બેંક બંધ રહેશે, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ

આ પણ વાંચો : HIGH RETURN STOCK : ડ્રોન અને ડિફેન્સ સેક્ટરના આ સ્ટોકે એક મહિનામાં 159 ટકા રિટર્ન આપ્યું, શું તમારા પોર્ટફોલિયોમાં છે?

Published On - 7:02 am, Sun, 3 October 21

Next Article