૩૦ સપ્ટેમ્બર સુધી આવકવેરા રિટર્નની ચકાસણી પૂર્ણ કરી લેજો, નહી તો મુકાશો મુશ્કેલીમાં, જાણો રિટર્ન વેરિફિકેશની પ્રક્રિયા

|

Sep 28, 2020 | 6:46 PM

એસેસમેન્ટ યર 2015-16 થી 2019-20 આવકવેરો ફાઇલ બાદ ચકાસણીની સમયમર્યાદા ચુકી જનાર માટે આવકવેરા વિભાગે રાહત આપી છે. આવકવેરા વિભાગે વેરિફિકેન ન કરવાથી સંભવિત સમસ્યાથી ટાળવાની ૩૦ સપ્ટેમ્બર સુધી સમય આપ્યો છે. કરદાતા જેમણે આકારણી વર્ષ 2015-16 થી લઈ 2019-20  ના ઇ-ફાઇલ કરેલા રિટર્નની ચકાસણી કરી નથી તે આ સમયમાં વેરિફિકેશ પ્રોસેસ પૂર્ણ કરી શકે […]

૩૦ સપ્ટેમ્બર સુધી આવકવેરા રિટર્નની ચકાસણી પૂર્ણ કરી લેજો, નહી તો મુકાશો મુશ્કેલીમાં, જાણો રિટર્ન વેરિફિકેશની પ્રક્રિયા

Follow us on

એસેસમેન્ટ યર 2015-16 થી 2019-20 આવકવેરો ફાઇલ બાદ ચકાસણીની સમયમર્યાદા ચુકી જનાર માટે આવકવેરા વિભાગે રાહત આપી છે. આવકવેરા વિભાગે વેરિફિકેન ન કરવાથી સંભવિત સમસ્યાથી ટાળવાની ૩૦ સપ્ટેમ્બર સુધી સમય આપ્યો છે. કરદાતા જેમણે આકારણી વર્ષ 2015-16 થી લઈ 2019-20  ના ઇ-ફાઇલ કરેલા રિટર્નની ચકાસણી કરી નથી તે આ સમયમાં વેરિફિકેશ પ્રોસેસ પૂર્ણ કરી શકે છે. કેવીરીતે કરશો વેરિફિકેશન તેની માહિતી અમે આપણી જણાવી રહ્યા છીએ

રિટર્ન ચકાસણીના વિકલ્પ
1, આધાર ઓટીપી દ્વારા
2, નેટ બેન્કિંગ દ્વારા ઇ-ફાઇલિંગ ખાતામાં login કરીને
3, ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) દ્વારા

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આધાર ઓટીપી દ્વારા કેવી રીતે ચકાસણી કરવી
આધાર ઓટીપી દ્વારા વેરિફિકેશ માટે ઇ-ફાઇલિંગ પોર્ટલ www.incometaxindiaefiling.gov.in માં જવું પડશે. પોર્ટલ ઉપર આધારને PAN સાથે લિંક રાખવું જરૂરી છે જો તેમ ન કરાયું હોય તો કરી લેવું જોઈએ. હવે લોગીન કરી My Account માં પ્રવેશ કરવો. ઇ-વેરિફિકેશન લિંક પર ક્લિક કરી બેંક આધાર ઓટીપી વિકલ્પનો ઉપયોગ કરીને ઇ-વેરિફાય રીટર્ન પસંદ કરવુ. આ નિર્દેશ અનુસરવાથી ઓટીપી જનરેટ થશે, જે સીધો નોંધાયેલા મોબાઇલ ફોન પર આવશે.  ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઓટીપી એડ કરાયા બાદ વેરિફિકેશન પૂર્ણ કરી શકાશે.

નેટ બેન્કિંગ દ્વારા ચકાસણી
ઇન્ટરનેટ બેંકિંગ ખાતામાં login કરવું. આ પછી, વેબ પેજ ઉપર બેંક દ્વારા આપવામાં આવેલી income tax e-filing લિંક પર ક્લિક કરવું.  રિટર્ન  ચકાસણી કરવા માટે ઈ-વેરિફિકેશન લિંક પર ક્લિક કરી ચકાસણી પૂર્ણ કરી શકાશે.

ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (EVC) દ્વારા ચકાસણી

આવકવેરા રીટર્ન પણ બેંક એટીએમથી પણ ચકાસી શકાય છે. આ માટે બેંકના એટીએમ પર કાર્ડ સ્વેપ કરવું.  ઈ – ફાઈલીંગ માટે પિન દાખલ કરી  રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર EVC (electronic Verification Code) મેળવવો.  ઇ-ફાઇલિંગ પોર્ટલમાં login કરી e-verify return using bank ATM  વિકલ્પ પસંદ કરી EVC એન્ટર કરી વેરિફિકેશન કરી શકાય.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article