ઘણી વખત ATMમાં રોકડના અભાવે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ધ્યાન રાખીને ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મોટો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ જો ATMમાં રોકડ ના મળે તો બેંકને કાર્યવાહીનો સામનો કરવો પડશે.
નવો નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે
1 ઓક્ટોબર 2021 થી RBI બેંકો પર દંડ વસૂલવાનું શરૂ કરશે જો તેમના ATM એક મહિનામાં કુલ 10 કલાકથી વધુ સમય સુધી ખાલી રહે છે. આરબીઆઈએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે એટીએમમાં નિયત સમયમાં રોકડ ન ભરવા બદલ બેંકને દંડ ફટકારવામાં આવશે. આરબીઆઈએ આ પગલું એટલા માટે લીધું છે કે જેથી એટીએમ દ્વારા જનતા માટે પૂરતી રોકડની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે. RBI એ કેશ-આઉટના કારણે ATM ના ડાઉનટાઇમની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો.
બેંકને કેટલો દંડ થશે?
RBI અનુસાર જો મહિનામાં 10 કલાકથી વધુ સમય માટે ATM માં રોકડ ન હોય તો તે કિસ્સામાં 10,000 રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવશે. વ્હાઇટ લેબલ એટીએમના કિસ્સામાં બેંકો પર દંડ લાદવામાં આવશે. જો બેંક એટીએમમાં રોકડ નાખવા માટે કોઈપણ કંપનીઓની સેવાઓ લઈ રહી છે તો તેણેપણ બેંકને જ દંડ ચૂકવવો પડશે. બાદમાં બેંક તે વ્હાઇટ લેબલ એટીએમ કંપની પાસેથી દંડ વસૂલી શકે છે.
રિઝર્વ બેંકને નોટો જારી કરવાની જવાબદારી આપવામાં આવી છે. તે જ રીતે બેંકો તેમની શાખાઓ અને એટીએમના વિશાળ નેટવર્ક દ્વારા લોકોને નાણાં ઉપલબ્ધ કરાવવાની જવાબદારી ઉઠાવે છે. “એવું નક્કી કરવામાં આવ્યું છે કે બેન્કો/વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરો એટીએમમાં રોકડની ઉપલબ્ધતા અંગે તેમની સિસ્ટમને મજબૂત બનાવશે અને ખાતરી કરશે કે મશીનોમાં રોકડ સમયસર જમા થાય છે જેથી લોકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.” .
વ્હાઇટ લેબલ એટીએમના કિસ્સામાં સંબંધિત એટીએમ પર રોકડ ઉપલબ્ધ કરાવતી બેંક પર દંડ વસૂલવામાં આવશે. વ્હાઇટ લેબલ એટીએમ બિન-બેંક સંસ્થાઓ દ્વારા સંચાલિત થાય છે. બેંક વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટર પાસેથી દંડની રકમ વસૂલ કરી શકે છે. જૂન 2021 ના અંતમાં દેશભરની વિવિધ બેંકોમાં 2,13,766 એટીએમ છે.
આ પણ વાંચો : આ સરકારી કંપનીના નફામાં 52 ટકાનો ઉછાળો આવ્યો, વેચાણમાં 37% નો થયો વધારો, શું છે તમારા પોર્ટફોલિયોમાં?
આ પણ વાંચો : ચીનમાં આર્થિક જોખમ વધતા વિદેશી રોકાણકારો ભારત તરફ વળ્યાં, જાણો એક સપ્તાહમાં કેટલું થયું રોકાણ ?