એક Bank માં છે બે ખાતા ? બેન્ક ડુબી જાય તો કેટલા રૂપિયા પાછા મળશે ? જાણો શું છે નિયમ

|

Apr 15, 2024 | 8:46 AM

જ્યારથી આ દેશમાં પ્રધાનમંત્રી જન ધન ખાતું યોજના શરૂ થઈ છે ત્યારથી લોકોમાં ખાતા ખોલાવવાનો નવો ક્રેઝ છે. કેટલાક લોકો એક જ બેંકની અલગ-અલગ શાખાઓમાં એક કરતા વધુ ખાતા ખોલાવવા સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં તેમના માટે સૌથી મોટો ખતરો એ છે કે જો કોઈ કારણસર બેંક નાદાર થઈ જાય તો તેમના પૈસાનું શું થશે?

એક Bank માં છે બે ખાતા ? બેન્ક ડુબી જાય તો કેટલા રૂપિયા પાછા મળશે ? જાણો શું છે નિયમ
bank

Follow us on

જ્યારથી આ દેશમાં પ્રધાનમંત્રી જન ધન ખાતાની યોજના શરૂ થઈ છે ત્યારથી લોકોમાં ખાતા ખોલાવવાનો નવો ક્રેઝ છે. કેટલાક લોકો એક જ બેંકની અલગ-અલગ શાખાઓમાં એક કરતા વધુ ખાતા ખોલાવવા સુધી પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં તેમના માટે સૌથી મોટો ખતરો એ છે કે જો કોઈ કારણસર બેંક નાદાર થઈ જાય તો શું તેમને તેમની આખી જમા થયેલી મૂડી પાછી મળશે? અને તમને એ વિશે જણાવીશું.

નિયમ શું કહે છે?

તમને જણાવી દઈએ કે, માત્ર એક જ ખાતામાં પૈસા રાખવાથી તમારા પૈસા ગુમાવવાનું જોખમ રહેલું છે. નિયમો અનુસાર, તમે એક ખાતામાં 5 લાખ રૂપિયાથી વધુની બચત રાખી શકતા નથી. જો તમે તમારા ખાતામાં 5 લાખ રૂપિયા ડિપોઝિટ તરીકે અને 3 લાખ રૂપિયા FD એટલે કે ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરાવ્યા છે, તો જો બેંક ફડચામાં જશે તો તમને માત્ર 5 લાખ રૂપિયા જ પાછા મળશે.

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

જો બેંક ડુબી જાય તો બેંકમાં માત્ર 5 લાખ રૂપિયા જ સુરક્ષિત માનવામાં આવે છે. બેંક તમને આટલા જ પૈસા પરત કરશે. જે તમને ક્લેમ કર્યાના 90 દિવસની અંદર મળી જશે. જો તમે એક જ બેંકની અલગ-અલગ શાખાઓમાં 5 લાખ રૂપિયાથી વધુ જમા કરાવ્યા હોય તો પણ તમને માત્ર 5 લાખ રૂપિયાનો જ ક્લેમ મળશે.

તમારા પૈસા ભારતમાં સુરક્ષિત છે

દેશમાં છેલ્લા 50 વર્ષમાં ભાગ્યે જ કોઈ બેંક નાદાર થઈ હોય. તેમ છતાં તમે તમારા પૈસા બચાવવા માટે વિવિધ બેંકોમાં તમારા પૈસા રાખીને જોખમ ઘટાડી શકો છો. અલગ-અલગ બેંકોમાં પૈસા રાખવાથી તમારી બચત પર કોઈ અસર નહીં પડે અને તમારા પૈસા પણ બચી જશે. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે.

બેંકમાં ફસાયેલા નાણઆ કેવી રીતે મેળવશો?

કોઈપણ બેંકમાં વ્યક્તિના તમામ ખાતા પર 5 લાખ રૂપિયાની ગેરંટી છે. મતલબ જો તમે એ જ બેંકમાં 5 લાખ રૂપિયાની FD કરી હોય અને તે જ ખાતામાં 3 લાખ રૂપિયાની બચત પણ કરી હોય, તો જો બેંક પડી ભાગે છે, તો તમને માત્ર 5 લાખ રૂપિયા જ પાછા મળશે. મતલબ કે તમારા ખાતામાં ગમે તેટલા પૈસા હોય, માત્ર 5 લાખ રૂપિયા સુધી જ સુરક્ષિત માનવામાં આવશે અને તમને તેટલી 5 લાખ રૂપિયા પરત મળશે.

Next Article