ICICI બેંકે કર્યો FD પર વ્યાજ દરમાં વધારો, 0.20 ટકા સુધીનો કરવામાં આવ્યો વધારો

|

May 16, 2022 | 11:57 PM

ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા ICICI બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ ડિપોઝિટ એટલે કે FD પરના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકે સોમવારે જાહેરાત કરી હતી કે 290 દિવસથી 10 વર્ષમાં પાકતી FD પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

ICICI બેંકે કર્યો FD પર વ્યાજ દરમાં વધારો, 0.20 ટકા સુધીનો કરવામાં આવ્યો વધારો
ICICI Bank FD Interest Rate

Follow us on

ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા ICICI બેંકે (ICICI Bank) 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ ડિપોઝિટ (Fixed Deposit) એટલે કે FD પરના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકે સોમવારે જાહેરાત કરી હતી કે 290 દિવસથી 10 વર્ષમાં પાકતી FD પર વ્યાજ દરમાં (FD Interest Rates) વધારો કરવામાં આવી રહ્યો છે. 7 દિવસથી 29 દિવસમાં પાકતી થાપણો પર વ્યાજ દર 2.50 ટકા રહેશે. જ્યારે, 30 દિવસથી 90 દિવસમાં પાકતી થાપણો પર 3.5 ટકાના દરે વ્યાજ મળવાનું ચાલુ રહેશે. તે જ સમયે, 185 દિવસથી 289 દિવસની મેચ્યોરીટી વાળી FD પર વ્યાજ દર કોઈપણ ફેરફાર વિના 4.40 ટકા પર રહેશે.

અગાઉ, બેંક 290 દિવસથી એક વર્ષથી ઓછા સમય સુધીની થાપણો પર 4.40 ટકાના દરે વ્યાજ આપતી હતી. હવે આ દર 4.50 ટકા કરી દેવામાં આવ્યો છે. તેમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

આ રહ્યાં FD પરના નવા દર

ICICI બેંકમાં એકથી બે વર્ષની મુદતની FD પર 5 ટકાના દરે વ્યાજ આપવામાં આવતું હતું. હવે તે વધારીને 5.10 ટકા કરવામાં આવ્યું છે. એટલે કે તેમાં પણ 10 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. તે જ સમયે, 2 વર્ષ 1 દિવસથી 3 વર્ષની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 5.20 ટકાથી વધારીને 5.40 ટકા કરવામાં આવ્યો છે. આમાં કુલ 20 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ત્રણ વર્ષ, 1 દિવસથી 5 વર્ષ સુધીની એફડી પર વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. તે હવે 5.45 ટકાથી વધારીને 5.60 ટકા કરવામાં આવી છે. ICICI બેંકે 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધીની લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દર 5.60 ટકાથી વધારીને 5.75 ટકા કર્યો છે. તેમાં 15 બેસિસ પોઈન્ટનો મોટો વધારો થયો છે. જ્યારે, 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે પહેલાના 5.45 ટકાના બદલે 5.60 ટકાના દરે વ્યાજ મળશે. તેમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ, વરિષ્ઠ નાગરિકોને સાત દિવસથી પાંચ વર્ષ સુધીની મુદતવાળી FD પર 0.50 ટકાનો વધારાનો લાભ મળવાનું ચાલુ રહેશે. જ્યારે, 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધીની એફડી, જે એક ખાસ ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે, અને જેને ICICI બેંક ગોલ્ડન ઇયર્સ FD કહેવામાં આવે છે. આ વિશેષ FD સ્કીમ પર 6.35 ટકાના દરે વ્યાજ મળશે. આ દર 7 ઓક્ટોબર 2022 સુધી મર્યાદિત સમય માટે છે.

Published On - 11:56 pm, Mon, 16 May 22

Next Article