ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, મોડી ચૂકવણી પર પણ લાગી શકે છે પેનલ્ટી

|

Feb 11, 2022 | 1:16 PM

આઈસીઆઈસીઆઈ ઇમરાલ્ડ ક્રેડિટ કાર્ડ (Emeralde Credit Card) ગ્રાહકોને આમાંથી રાહત આપવામાંમાં આવી છે. ખાસ વાત એ છે કે આ ફેરફાર 10મી ફેબ્રુઆરીથી લાગૂ થઈ ચુક્યા છે.

ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, મોડી ચૂકવણી પર પણ લાગી શકે છે પેનલ્ટી
ICICI Bank (symbolic image )

Follow us on

ICICI બેંક તરફથી ક્રેડિટ કાર્ડ (ICICI Bank Credit Card) ગ્રાહકોને ક્રેડિટ કાર્ડમાં લાગત ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.હવે દરેક એડવાન્સ ચાર્જ પર 2.5 ટકાના દરે ચાર્જ લાગશે. ઉપરાંત બેન્ક તરફથી ક્રેડિટકાર્ડના લેટ પેમેન્ટ પર પણ ચાર્જ લાગશે. ફક્ત આઈસીઆઈસીઆઈ ઇમરાલ્ડ ક્રેડિટ કાર્ડ (Emeralde Credit Card) ગ્રાહકોને આમાંથી રાહત આપવામાંમાં આવી છે. ખાસ વાત એ છે કે આ ફેરફાર 10મી ફેબ્રુઆરીથી લાગૂ થઈ ચુક્યા છે.

લેટ પેમેન્ટ ચાર્જ એ વાત પર આધારિત છે કે કુલ બાકી રકમ કેટલી છે. જો ડ્યૂ રકમ 100 રૂપિયાથી પણ ઓછી હોય તો બેંક તરફથી કોઈ જ ચાર્જ વસૂલવામાં નહીં આવે. વધારે ડ્યૂ રકમ પર લેટ ચાર્જ લાગશે. ડ્યૂ રકમ 50,000 કે રૂપિયા કે તેનાથી વધારે હોવા પર બેંક તરફથી 1200 રૂપિયા લેટ ચાર્જ લગાવવામાં આવશે.
કેટલી બાકી રકમ પર કેટલો ચાર્જ લાગશે?

– ડ્યૂ રકમ 101 થી 500 રૂપિયા હશે અને ચૂકવણી ન કરવા પર 100 રૂપિયા લેટ ફી લાગશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

– ડ્યૂ રકમ 501થી 5000 રૂપિયા હશે તો 500 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 5001થી 10,000 રૂપિયા સુધીની બાકી રકમ પર 750 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 10,001થી 25,000 રૂપિયા સુધીની બાકી રકમ પર કાર્ડ ધારકે 900 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 25,001 રૂપિયાથી 50,000 રૂપિયા સુધીની બાકી રકમ માટે 1,000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે.

– 50,000 રૂપિયાથી વધુની બાકી રકમ પર લેટ ફૂ તરીકે 1200 રૂપિયા ચૂકવવા પડશે.
SBI ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 500 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 501-1000 બાકી રકમ: ચાર્જ રૂ. 400

– 1,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1300

એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 100 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 100-500 બાકી રકમ: ચાર્જ રૂ. 100

– 501-5,000 બાકી રકમ: ચાર્જ રૂ. 600

– 5,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 800

– 10,001-25,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1,100

– 25,001-50,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1300

એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ચાર્જિસ

– 300 રૂપિયા સુધીની બાકી રકમ પર કોઈ ચાર્જ નહીં.

– 300-500 બાકી રકમ: ચાર્જ રૂ. 100

– 501-1,000 બાકી રકમ: ચાર્જ રૂ. 500

– 1,001-10,000 બાકી રકમ: ચાર્જ રૂ. 1,000
અન્ય બેંક કેટલી લેટ ફી વસૂલે છે?

અન્ય બેંકોની વાત કરીએ તો HDFC બેંક, એસબીઆઈ બેંક અને એક્સિસ બેંક 50,000 રૂપિયાથી વધારે બાકી રકમ પર ક્રમશ: 1,300,1,300 અને 1,000 રૂપિયા લેટ ફી વસૂલ કરે છે. ચેક રિટર્ન થવો અથવા ઓટો ડેબિટ પર ICICI બેંક કુલ રકમનો બે ટકા સુધીનો ચાર્જ લગાડે છે. આ માટે ન્યૂનતમ રકમ અમાઉન્ટ 500 રૂપિયા હશે.

આ પણ વાંચો :West Bengal School Reopening: પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શાળાઓ ક્યારે ખુલશે? અહીં તપાસો નવું અપડેટ્સ

આ પણ વાંચો :કચ્છમાં પ્રાકૃતિક ખેતીના કામોથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રભાવિત થયા, તેમણે પ્રાકૃતિક ખેતી અંગેના કામોને નિહાળ્યા

Next Article