જો તમારું SBI નું DEBIT CARD ખોવાઈ જાય તો ખાતાના પૈસા કેવીરીતે સુરક્ષિત કરશો? જાણો અહેવાલમાં
જો તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) નું ડેબિટ કાર્ડ (Debit Card) ખોવાઈ જાય છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.
જો તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) નું ડેબિટ કાર્ડ (Debit Card) ખોવાઈ જાય છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ તેના ગ્રાહકોને માહિતી આપતા કહ્યું છે કે જો તમે તમારું કાર્ડ ખોવાઈ જાય તો તમે તેને કેવી રીતે બ્લોક કરી શકો છો. તમારા ખાતામાંથી પૈસા ઉપડવાનું કોઈ જોખમ રહેશે નહીં. SBIએ પણ ગ્રાહકોની સુવિધા માટે ટોલ ફ્રી નંબર જારી કર્યો છે. જો તમે આ પગલાંને અનુસરવામાં અસમર્થ છો, તો તમે આપેલ ટોલ ફ્રી નંબરની મદદથી કાર્ડને બ્લોક પણ કરી શકો છો. SBIએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.
SBIએ તેના ગ્રાહકોને બેંકિંગ ફ્રોડથી બચાવવા માટે એક વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયોમાં SBIએ ડેબિટ કાર્ડને બ્લોક કરવાની રીત જણાવી છે. તમે આ પદ્ધતિ અનુસરીને તમારા ડેબિટ કાર્ડને બ્લોક કરી શકો છો.
Here’s how you can block your Debit Card and reissue a new one via our toll-free IVR system.
Just call 1800 112 211 or 1800 425 3800.#SBI #StateBankOfIndia #IVR #DebitCard pic.twitter.com/HPLwIfUrhg
— State Bank of India (@TheOfficialSBI) April 27, 2021
ટોલ ફ્રી નંબર પર કોલ કરો જો તમારું SBI ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું છે તો તમે તેને બેંકના ટોલ ફ્રી નંબર 1800 112 211 અથવા 1800 425 3800 પર ફોન કરીને બ્લોક કરી શકો છો. તમે કોલ પર તમારા કાર્ડની વિગતો આપીને બ્લોક કરી શકો છો.
આ સિવાય કોઈ પણ ટોલ ફ્રી IVR SYSTEM પર કોલ કરીને નવા કાર્ડ માટે અરજી પણ કરી શકો છો. અરજી કર્યાના થોડા દિવસો પછી વેરિફિકેશન બાદ એક નવું ડેબિટ કાર્ડ આપવામાં આવશે જે તમને તમારા નોંધાયેલા સરનામાં પર મળશે.
નેટ બેન્કિંગ દ્વારા કંઈ રીતે બ્લોક કરી શકાય સૌ પ્રથમ બેંકની સત્તાવાર વેબસાઇટ www.onlinesbi.com પર લોગીન કરો.‘E Services’ ટેબમાં, ‘ATM Card Services’’ હેઠળ ‘Block ATM Card’ સિલેક્ટ કરો. ડેબિટ કાર્ડ સાથે જોડાયેલું એકાઉન્ટ પસંદ કરો. બધા એક્ટિવ અને બ્લોક કાર્ડ્સ દેખાશે. તમે કાર્ડના પ્રથમ 4 અને છેલ્લા 4 અંકો જોઈ શકશો. તમે જે કાર્ડને બ્લોક કરવા માંગો છો તેની સામે કાર્ડને બ્લોક કરવા માટેનું કારણ પસંદ કરો. નીચે આવતા મેનુમાંથી કારણ પસંદ કરી શકાય છે પછી ‘સબમિટ’ પર ક્લિક કરો.