લોકસભા ચૂંટણી માટે કેટલો ખર્ચ થશે? પહેલી ચૂંટણીમાં થયેલા ખર્ચ સહીત રસપ્રદ માહિતી વાંચો અહેવાલમાં

|

Mar 19, 2024 | 8:09 AM

દેશની સૌથી મોટી ચૂંટણી એટલે કે લોકસભા ચૂંટણી 2024 યોજવા જઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

લોકસભા ચૂંટણી માટે કેટલો ખર્ચ થશે? પહેલી ચૂંટણીમાં થયેલા ખર્ચ સહીત રસપ્રદ માહિતી વાંચો અહેવાલમાં

Follow us on

દેશની સૌથી મોટી ચૂંટણી એટલે કે લોકસભા ચૂંટણી 2024 યોજવા જઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સિવાય SP, RLD અને AAPએ પણ ઉમેદવારોની જાહેરાત કરી છે.

શું તમે જાણો છો કે લોકસભા ચૂંટણી 2024 કરાવવા માટે કેટલો ખર્ચ થશે? વળી, આ ખર્ચ કોણ ઉઠાવશે? બધા પ્રશ્નોના જવાબો જાણો આ અહેવાલમાં…

પહેલી ચૂંટણીમાં 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

દેશમાં સામાન્ય ચૂંટણીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. આઝાદી પછી વર્ષ 1951માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 1951માં 17.32 કરોડ મતદારો હતા જે મતદાર વર્ષ 2019માં વધીને 91.2 કરોડ થઈ ગયા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ સામાન્ય ચૂંટણીમાં 98 કરોડ મતદારો તેમના મતનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 2014માં સામાન્ય ચૂંટણી કરાવવામાં 3870 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

વચગાળાના બજેટમાં રૂપિયા 2,442.85 કરોડની ફાળવણી કરવામાં આવી હતી

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ 2024માં ચૂંટણી ખર્ચ માટે રૂપિયા 2,442.85 કરોડ ફાળવ્યા હતા. જેમાં લોકસભા ચૂંટણીમાં 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.ઇવીએમ માટે બજેટમાં 34.84 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. વર્ષ 2014માં ચૂંટણી પંચે 3.82 લાખ બેલેટ પેપર અને 2.5 લાખ મશીન ખરીદ્યા હતા. આમાંના ઘણા હજુ પણ કામ કરે છે કારણ કે EVMનું આયુષ્ય લગભગ 15 વર્ષ છે. વર્ષ 2018 અને 2013માં ચૂંટણી પંચે 13 લાખ બેલેટ યુનિટ અને 10 લાખ કંટ્રોલ યુનિટ ખરીદ્યા હતા.

ચૂંટણી પંચને રૂપિયા 321.89 કરોડ ફાળવવામાં આવ્યા હતા

વચગાળાના બજેટમાં ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચને 321.89 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જેમાં ચૂંટણી માટે રૂપિયા 306.6 કરોડ અને જાહેર કામો અને વહીવટી સેવાઓ માટે રૂપિયા 2.01 કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે રૂપિયા 13.82 કરોડ ફાળવવામાં આવ્યા છે. વાસ્તવમાં ચૂંટણી સંબંધિત ખર્ચ ચૂંટણી પંચ અને કાયદા મંત્રાલય બંનેને આપવામાં આવે છે. ઈવીએમ મશીનની ખરીદી જેવા ચૂંટણી ખર્ચ કાયદા મંત્રાલયના બજેટમાં આવે છે. ચૂંટણી પંચે 2019ની લોકસભાની ચૂંટણી માટે ખર્ચવામાં આવેલી રકમ જાહેર કરી નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:21 am, Tue, 19 March 24

Next Article