Zerodha એ દરરોજ રૂપિયા 1 લાખ સુધીની instant withdrawal સુવિધા કરી શરૂ, જાણો વિગત અને સ્ટેપ

Zerodha એપના યુઝર્સ હવે પ્રતિ દિવસ ₹1,00,000 સુધીનું તાત્કાલિક withdrawal સુવિધા મેળવી શકશે. તેવું સહ-સ્થાપક નીતિન કામથે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. તાત્કાલિક withdrawal સુવિધા સાથે, યુઝર્સ તેમના Zerodha એકાઉન્ટમાંથી તેમના પ્રાથમિક બેંક ખાતામાં તરત જ ભંડોળ ટ્રાન્સફર કરી શકે છે.

Zerodha એ દરરોજ રૂપિયા 1 લાખ સુધીની instant withdrawal સુવિધા કરી શરૂ, જાણો વિગત અને સ્ટેપ
| Updated on: May 30, 2024 | 9:00 PM

ઝેરોધાના સહ-સ્થાપક નીતિન કામથે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ વિન્ડો આખા અઠવાડીયા દરમિયાન સવારે 9:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તાત્કાલિક withdrawal સુવિધા સાથે, યુઝર્સ તેમના Zerodha ખાતામાંથી તેમના પ્રાથમિક બેંક ખાતામાં તાત્કાલિક જ ભંડોળ ટ્રાન્સફર કરી શકે છે.

કામથે ગુરુવારે તેની X પોસ્ટમાં જણાવ્યું હતું. “અમારું એક કાર્ય તાત્કાલિક withdrawalની મંજૂરી આપવાનું હતું. તાત્કાલિક દ્વારા મારો અર્થ તરત જ. “શરૂઆતમાં, અમે (@zerodhaonline) કોઈ વધારાના ખર્ચ વિના, સપ્તાહ દરમિયાન સવારે 9 થી સાંજના 4 વાગ્યાની વચ્ચે ₹1 લાખ સુધીના તાત્કાલિક ઉપાડની મંજૂરી આપીશું,”

Zerodha ની ઓનલાઈન એપ પર તાત્કાલિક withdrawal કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

તાત્કાલિક withdrawalની રિક્વેસ્ટ સપ્તાહાંત સહિત દરરોજ સવારે 9:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી સબમિટ કરી શકાય છે.

નિયમિત withdrawalની રિક્વેસ્ટમાં આવા નિયંત્રણો હોતા નથી અને તે કોઈપણ સમયે મૂકી શકાય છે.

withdrawalની રિક્વેસ્ટ ઓછામાં ઓછી ₹100 હોવી જોઈએ અને દરરોજ ₹1,00,000 થી વધુ ન હોવી જોઈએ.

ક્લાયન્ટ પાસે માત્ર કેશ એન્ડ કેરી (CNC) સેલ ઓર્ડર્સ હોવા જોઈએ અને અન્ય કોઈપણ પ્રકારના ઓર્ડર (અધૂરા, ભરેલા અથવા રદ કરેલા) અથવા પોઝિશન્સ (open અથવા closed) હોવા જોઈએ નહીં.

તે જ દિવસે જમા કરાયેલા ભંડોળ માટે તાત્કાલિક ઉપાડની સુવિધા ઉપલબ્ધ નથી.

જો ઈક્વિટી CNC સેલ ઓર્ડર્સ સિવાયના રદ કરાયેલા ઓર્ડર્સ સાથે કોઈ સેગમેન્ટ હોય, તો તાત્કાલિક withdrawal કરવામાં આવશે નહીં.  અગાઉના દિવસે હોલ્ડિંગના વેચાણમાંથી મળેલા ભંડોળને પતાવટના દિવસો, વ્યવસાયિક રજાઓ અને સપ્તાહના અંતે withdrawal બેલેન્સમાં સામેલ કરવામાં આવશે નહીં.

હાલમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા ઇન્સ્ટન્ટ withdrawalને સપોર્ટ કરવામાં આવતો નથી.

ઇન્સ્ટન્ટ withdrawal કેવી રીતે કરવો?

  • યુઝર આઈડી પર ટેપ કરો.
  • પછી ફંડ્સ પર ક્લિક કરો.
  • ઇન્સ્ટન્ટ પર ક્લિક કરો.
  • રકમ દાખલ કરો.
  • ન્યૂનતમ ₹100 અને મહત્તમ ₹1,00,000 સુધીની રકમ દાખલ કરો.
  • કન્ટીન્યુ બટન પર ક્લિક કરો અને બાદમાં કન્ફર્મ બટન પર ક્લિક કારો