Stock Market: વર્ષ 2026 માં આ 3 શેર હાઇ-ડિવિડન્ડ આપશે, તમે શેમાં રોકાણ કર્યું છે?

ડિવિડન્ડ આપતા સ્ટોક રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો તમે વર્ષ 2026 માં ડિવિડન્ડ આપતા શેરની યાદી બનાવી રહ્યા છો, તો આ 3 કંપની પર જરૂરથી નજર રાખજો.

Stock Market: વર્ષ 2026 માં આ 3 શેર હાઇ-ડિવિડન્ડ આપશે, તમે શેમાં રોકાણ કર્યું છે?
Image Credit source: AI Generated
| Updated on: Dec 05, 2025 | 7:13 PM

રોકાણકારોમાં ડિવિડન્ડ આપતા શેરની માંગ ખૂબ હોય છે, કારણ કે તે નિયમિત આવક, નાણાકીય સ્થિરતા અને લાંબાગાળે કંપાઉંડિંગ દ્વારા શ્રેષ્ઠ રિટર્ન આપવાની ક્ષમતા પ્રદાન કરે છે. જો તમે વર્ષ 2026 માં હાઇ-ડિવિડન્ડ આપતા સ્ટોક શોધી રહ્યા છો, તો તમે આ 3 કંપની પર નજર રાખી શકો છો. આ કંપનીઓ પાસે સતત ડિવિડન્ડ આપવાનો રેકોર્ડ, મજબૂત કેશફ્લો અને સ્થિર બિઝનેસ મોડલ છે.

Coal India

પહેલી કંપની Coal India છે, જે વિશ્વની સૌથી મોટી રાજ્ય માલિકીની કોલસા ઉત્પાદક કંપની છે. તે ભારતના કુલ કોલસા ઉત્પાદનમાં આશરે 80-85 ટકા હિસ્સો ધરાવે છે અને Public Sector Undertaking (PSU) તરીકે કામ કરે છે. કંપની સતત તેના ડિવિડન્ડ પેમેન્ટમાં વધારો કરી રહી છે.

નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં તેની આવક અને નફામાં ઘટાડો થયો હોવા છતાં લાંબાગાળાના ફ્યુઅલ સપ્લાય કોન્ટ્રેક્ટ અને ડાઇવર્સિફિકેશન જેવા કોલ ગેસ, કોલ બેડ મીથેન અને રિન્યુએબલ એનર્જી તરફના પગલાં ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

Metric FY23 FY24 FY25
Face value (Rs) 10.0 10.0 10.0
Dividend per share (Rs) 24.25 25.50 26.50
Dividend payout ratio (%) 47.1 42.1 46.3

NTPC

બીજી કંપની NTPC છે, જે ભારતની સૌથી મોટી વીજ ઉત્પાદક કંપની છે. કંપનીએ ઘણા વર્ષોથી તેના ડિવિડન્ડમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં, કંપનીની આવક મોટાભાગે સ્થિર રહી પરંતુ નફામાં વધારો થયો.

આગામી સમયમાં NTPC વર્ષ 2032 સુધી 60 GW રિન્યુએબલ એનર્જી ક્ષમતા વધારવાની દિશામાં કામ કરી રહી છે, જેમાં હાઈડ્રોજન પ્રોજેક્ટ અને ક્લીન એનર્જી ઇકોસિસ્ટમની યોજનાઓ જોડાયેલ છે.

Metric FY23 FY24 FY25
Face value (Rs) 10.0 10.0 10.0
Unadjusted dividend per share (Rs) 7.25 7.75 8.35
Dividend payout ratio (%) 41.1 35.2 33.8

Polycab India

ત્રીજી કંપની Polycab India છે, જે ભારતની અગ્રણી વાયર અને કેબલ ઉત્પાદક છે. આ કંપની ઝડપથી વિકસતા ઇલેક્ટ્રિકલ ગુડ્સ સેગમેન્ટમાં ઝડપથી વિસ્તરણ કરી રહી છે. કંપની પાસે દેશભરમાં 28 અત્યાધુનિક મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ છે.

Metric FY23 FY24 FY25
Face value (Rs) 10.0 10.0 10.0
Dividend per share unadjusted (Rs) 20.0 30.0 35.0
Dividend payout ratio (%) 23.3 25.0 25.7

Polycab વર્ષોથી પોતાના ડિવિડન્ડ અને ડિવિડન્ડ પેઆઉટ રેશિયો બંનેમાં વૃદ્ધિ કરી રહી છે. Q2 FY26 માં કંપનીની આવક અને નફામાં નોંધપાત્ર વધારો થયો છે. કંપની વર્ષ 2030 સુધી 27 ટકા વેચાણ CAGRનું લક્ષ્ય ધરાવે છે અને વિસ્તાર માટે લગભગ 80 અબજ રૂપિયા રોકાણ કરવાની યોજના બનાવી રહી છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: Stock Market : નિફ્ટી 29,300 ની ઊંચાઈએ પહોંચશે ! ગ્લોબલ બ્રોકરેજ ફર્મે કરી ‘અદ્ભૂત ભવિષ્યવાણી’, ટોચના 20 શેરનું માસ્ટર લિસ્ટ જાહેર