HDFC BANK Q3 RESULTS : ચોખ્ખો નફો 18% વધીને 8758.3 કરોડ રૂપિયા અને વ્યાજની આવકમાં 15% નો વધારો થયો

|

Jan 17, 2021 | 1:48 PM

દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંક (HDFC BANK ) નાણાકીય વર્ષ 2020-21 ના ​​ત્રીજા ક્વાર્ટર (Q 3) માં સારું પ્રદર્શન કર્યું છે.

HDFC BANK Q3 RESULTS : ચોખ્ખો નફો 18% વધીને 8758.3 કરોડ રૂપિયા અને વ્યાજની આવકમાં 15% નો વધારો થયો
HDFC BANK

Follow us on

દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી બેંક (HDFC BANK ) નાણાકીય વર્ષ 2020-21 ના ​​ત્રીજા ક્વાર્ટર (Q 3) માં સારું પ્રદર્શન કર્યું છે. શનિવારે, એચડીએફસી બેંકે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2021 ના ​​Q3 માં બેંકને 8,758.3 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે.

પાછલા વર્ષના સમાન ગાળામાં બેંકનો ચોખ્ખો નફો 7,416.48 કરોડ રૂપિયા હતો જે સરખામણી કરતા ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો નફો 18.1% વધ્યો છે. એચડીએફસી Q3 નાણાકીય વર્ષ 2021 માં વ્યાજની આવકમાં 15.1% વધીને રૂ .16,317.6 કરોડ પર પહોંચી ગઈ છે જે નાણાકીય વર્ષ 2019-20ના ડિસેમ્બર ક્વાર્ટરમાં તે 14,172.9 કરોડ રૂપિયા હતું.

એચડીએફસી બેંકે અહેવાલ આપ્યો છે કે નાણાકીય વર્ષ 2021 ના ​​Q3 માં બેંકને 23,760.8 કરોડ રૂપિયાની આવક થઈ છે. બેંકની કુલ બેલેન્સશીટ વધીને રૂ .16,54,338 કરોડ થઈ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકની થાપણો 19.1% વધીને 12,71,124 કરોડ રૂપિયા થઈ છે. બેંકનું CASA રેશિયો 43% રહ્યો હતો છે જે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 41.6% હતો . ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં માત્ર 39.5% હતો. બેન્કનો લિક્વિડિટી કવરેજ રેશિયો 146% રહ્યો છે. બેંકના નવા સીઈઓ શશીધર જગદિશનની આગેવાનીવાળી એચડીએફસી બેંકનું આ પ્રથમ ક્વાર્ટર રિઝલ્ટ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અન્ય સ્રોતમાંથી એચડીએફસી બેંકની આવક રૂ. 7,443.2 કરોડ છે. ફી અને કમિશનથી 4,974.9, ફોરેઈન એક્સચેન્જ એન્ડ ડેરિવેટિવ્ઝ આવક 562.2 કરોડ, બેંકના રોકાણ અને વેચાણ અથવા રિવેલ્યુએશનમાંથી 1,109 કરોડ રૂપિયા અને છૂટક 797.1 કરોડ રૂપિયા મળ્યા હતા. એચડીએફસી બેંકની લોન બુક પણ 16% વધી 10.8 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ઘરેલું છૂટક લોનમાં 5.2% નો વધારો થયો છે. હોલસેલ લોનમાં 25.5% નો વધારો થયો છે. બેંકની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો થયો છે . નપા માં 27 બેઝિક પોઇન્ટનો ઘટાડો થયો છે.

Next Article