ખુશ ખબર : હવે વાહનના ઇંધણ માટે ક્રૂડ ઉપર નિર્ભર નહીં રહેવું પડે, કચરામાંથી દરરોજના સેંકડો લીટર પેટ્રોલ -ડીઝલનું ઉત્પાદન શરૂ થયું

|

Mar 02, 2022 | 9:44 AM

રબરના ટાયર અને પ્લાસ્ટિકના કન્ટેનરને કાપીને મોટા ભઠ્ઠામાં નાખવામાં આવે છે. ઊંચા તાપમાને તેને રિએક્ટરમાં બાળવામાં આવે છે અને કેટલાક ઉત્પ્રેરકનું મિશ્રણ કરીને પેટ્રોલિયમ બળતણ તૈયાર કરવામાં આવે છે.

ખુશ ખબર : હવે વાહનના ઇંધણ માટે ક્રૂડ ઉપર નિર્ભર નહીં રહેવું પડે, કચરામાંથી દરરોજના સેંકડો લીટર પેટ્રોલ -ડીઝલનું ઉત્પાદન શરૂ થયું

Follow us on

રશિયા – યુક્રેન યુદ્ધ(Russia Ukraine War)ના અહેવાલો વચ્ચે પેટ્રોલ – ડીઝલ(Petrol-Diesel Price) સહિતના ઈંધણોના ભાવ આસમાને પહોંચવાનો ભય છે. ક્રૂડ(Crude Oil Price Hike) 100 ડોલરને પાર પહોંચી ગયું છે ત્યારે આ આશંકા સાચી પણ સાબિત થાય તો નવાઈ નહિ. જોકે આ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. અત્યાર સુધીમાં તમે સાંભળ્યું હશે કે પેટ્રોલ-ડીઝલ ક્રૂડ ઓઇલમાંથી બને છે. પરંતુ હવે એક નવી શોધ બાદ કચરામાંથી પેટ્રોલ-ડીઝલ (plastic-to-petrol) બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રયોગથી એક-બે લિટર નહીં પરંતુ દરરોજ 600થી 700 લિટર પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન થઈ રહ્યું છે.

હકીકતમાં આ અદ્ભુત સંશોધન આફ્રિકન દેશ ઝામ્બિયા(zambia)એ કર્યું છે. જૂના ટાયર અને પ્લાસ્ટિકના ડબ્બામાંથી પેટ્રોલ-ડીઝલ બનાવવામાં આવી રહ્યું છે. ઝામ્બિયાની સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશન દરરોજ 1.5 ટન કચરામાંથી 600-700 લિટર ડીઝલ અને પેટ્રોલનું ઉત્પાદન શરૂ કર્યું છે.

પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો

કંપનીનો હેતુ દેશમાં પેટ્રોલ અને ડીઝલની આયાત ઘટાડવાનો છે. ઝામ્બિયામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કચરામાંથી પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ પહેલથી પેટ્રોલ અને ડીઝલની આયાતમાં ઘટાડો થશે અને દેશમાં પ્લાસ્ટિક અને રબરનો કચરો ઘટશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પેટ્રોલ-ડીઝલ કેવી રીતે બને છે?

રબરના ટાયર અને પ્લાસ્ટિકના કન્ટેનરને કાપીને મોટા ભઠ્ઠામાં નાખવામાં આવે છે. ઊંચા તાપમાને તેને રિએક્ટરમાં બાળવામાં આવે છે અને કેટલાક ઉત્પ્રેરકનું મિશ્રણ કરીને પેટ્રોલિયમ બળતણ તૈયાર કરવામાં આવે છે. ઝામ્બિયન કંપની સેન્ટ્રલ આફ્રિકન રિન્યુએબલ એનર્જી કોર્પોરેશનના ચીફ એક્ઝિક્યુટિવ મુલેન્ગા કહે છે કે જો આપણે આપણી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીશું તો આપણે દેશની 30 ટકા જેટલી ઈંધણ જરૂરિયાતો પૂરી કરી શકીશું. રોઈટર્સના અહેવાલ મુજબ પોર્ન બે કરોડ વસ્તી ધરાવતો દેશ ઈંધણની આયાત પાછળ દર વર્ષે 1.4 અબજ ડોલરનો ખર્ચ કરે છે. ઝામ્બિયા દરરોજ 14 કરોડ લીટર તેલનો વપરાશ કરે છે.

વિશ્વ માટે નવી પહેલ

વિશ્વના ઘણા દેશોમાં વધતો કચરો પર્યાવરણ માટે ઘણી રીતે જોખમી છે. વિશ્વભરમાં અંદાજિત 8.3 અબજ ટન પ્લાસ્ટિક છે. જો આ રીતે પેટ્રોલ અને ડીઝલ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે તો દુનિયામાંથી કચરો દૂર થઈ જશે. સાથે જ ઈંધણ મેળવવાનો માર્ગ પણ સાફ થઈ જશે. જો આ પ્રયોગ સફળ થશે તો ભારત જેવા દેશમાં જ્યાં પ્લાસ્ટિકના કચરાનો ઢગલો છે ત્યાં પેટ્રોલ અને ડીઝલ સરળતાથી તૈયાર કરી શકાશે.

આ પણ વાંચો : LIC IPO Reservation: જો બાળકોના નામે પોલિસી છે તો પણ માતા-પિતાને IPO માટે અરજી કરવાનો અધિકાર, જાણો વિગતવાર

આ પણ વાંચો : બાબા રામદેવની કંપની રુચિ સોયા ટૂંક સમયમાં RHP ફાઇલ કરશે , FPO દ્વારા જનતા પાસેથી 4300 કરોડ એકત્ર કરવાની યોજના

Next Article