AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત બનશે ઇલેક્ટ્રોનિક્સ હબ! ફોક્સકોન 200 એકરથી વધુ જમીનની શોધમાં, સાણંદમાં કંપનીની નજર

તાઈવાનની Hon Hai Technology Group, જેને ફોક્સકોન તરીકે પણ ઓળખવામાં આવે છે, ગુજરાતમાં 200 એકરથી વધુ જમીન શોધી રહી હોવાનું સામે આવ્યું છે. કંપની અહીં ટેક્નોલોજી પાર્ક અને હાઈ-એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવાની શક્યતાઓ તપાસી રહી છે.

ગુજરાત બનશે ઇલેક્ટ્રોનિક્સ હબ! ફોક્સકોન 200 એકરથી વધુ જમીનની શોધમાં, સાણંદમાં કંપનીની નજર
Foxconn
| Updated on: Aug 27, 2026 | 11:40 AM
Share

ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મોટો વેગ મળી શકે છે. તાઈવાનની Hon Hai Technology Group, જેને ફોક્સકોન તરીકે પણ ઓળખવામાં આવે છે, ગુજરાતમાં 200 એકરથી વધુ જમીન શોધી રહી હોવાનું સામે આવ્યું છે. કંપની અહીં ટેક્નોલોજી પાર્ક અને હાઈ-એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપવાની શક્યતાઓ તપાસી રહી છે.

ગુજરાતમાં 200 એકરથી વધુ જમીન શોધી કંપની

મળતી માહિતી મુજબ, ફોક્સકોનની નજર અમદાવાદ જિલ્લાના સાણંદ નજીકના એક જમીનના પ્લોટ પર છે. જોકે, કંપની ભારતમાં અન્ય સ્થળોએ પણ જમીનના વિકલ્પો શોધી રહી છે. ગુજરાતમાં સાણંદનો સમાવેશ દેશના મહત્વના મેન્યુફેક્ચરિંગ હબમાં થાય છે, જેના કારણે કંપની માટે આ વિસ્તાર મહત્વનો વિકલ્પ બની શકે છે.

અમદાવાદમાં ખરીદશે જમીન?

ફોક્સકોનનો આ પ્રસ્તાવ સાકાર થાય તો ગુજરાતના ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવી તકો ઊભી થઈ શકે છે. ટેક્નોલોજી પાર્ક અને હાઈ-એન્ડ મેન્યુફેક્ચરિંગ સુવિધાના કારણે સ્થાનિક ઉદ્યોગો માટે બિઝનેસની તકો વધવાની સાથે રોજગારની નવી તકો પણ ઊભી થવાની શક્યતા છે.

વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની

Hon Hai Technology Group એટલે કે ફોક્સકોન વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક છે. કંપનીની સત્તાવાર માહિતી અનુસાર, તેની સ્થાપના તાઈવાનમાં 1974માં થઈ હતી અને તે વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગ તથા ટેક્નોલોજી સોલ્યુશન્સ ક્ષેત્રે કામ કરે છે.

ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે જમીન શોધી રહી

ભારતમાં ફોક્સકોન પહેલેથી જ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પોતાની હાજરી વધારી રહી છે. હવે ગુજરાતમાં નવી ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સુવિધા માટે જમીન શોધવાની વાત સામે આવતા રાજ્યના ઉદ્યોગ ક્ષેત્રમાં પણ તેની ચર્ચા શરૂ થઈ છે. હાલમાં આ પ્રોજેક્ટ અંગે અંતિમ રોકાણ, જમીન ફાળવણી અથવા પ્લાન્ટ સ્થાપવા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સાણંદ નજીક 200 એકરથી વધુ જમીનની શોધ ફોક્સકોનની ગુજરાતમાં સંભવિત વિસ્તરણ યોજનાઓ તરફ મહત્વપૂર્ણ સંકેત આપે છે.

ફરી સસ્તી થઈ ગઈ ખાંડ! સરકારના આ પગલાથી ભાવ ₹55થી ઘટીને આટલે પહોંચ્યો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">