TATA MOTORS ના સીઈઓ અને એમડી Guenter Butschek 30 જૂને પદ છોડશે, જાણો શું છે કારણ

|

Jun 24, 2021 | 8:09 AM

ટાટા મોટર્સે(Tata Motors) જાહેરાત કરી છે કે ગુનેટર બુટ્સેક(Guenter Butschek) 30 જૂન 2021 થી સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર પદથી પદ છોડશે.

TATA MOTORS ના સીઈઓ અને એમડી  Guenter Butschek 30 જૂને પદ છોડશે, જાણો શું છે કારણ
Guenter Butschek - CEO & MD, TATA MOTORS

Follow us on

ટાટા મોટર્સે(Tata Motors) જાહેરાત કરી છે કે ગુનેટર બુટ્સેક(Guenter Butschek) જેમણે અંગત કારણોસર જર્મની જવાની ઈચ્છાની જાણકારી આપી છે, તેઓ 30 જૂન 2021 થી સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર પદથી પદ છોડશે. તેઓ સલાહકાર તરીકે ચાલુ રહેશે. કંપનીએ બુધવારે સ્ટોક એક્સચેંજને આપેલા નિવેદનમાં આ માહિતી આપી છે.

કંપનીના નિયામક મંડળમાં બદલાવની ઘોષણા કરતા ઓટોમોટિવ અગ્રણીએ ગિરીશ વાગને નિયામક મંડળના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી છે. ટાટા મોટર્સ લિમિટેડમાં 1 જુલાઈ, 2021 થી ગિરીશ વાગને પ્રમુખ – વાણિજ્યિક વાહન, શૈલેષચંદ્રને પ્રમુખ – પેસેન્જર વ્હિકલ્સ અને ટેરી બોલોરને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર – જગુઆર લેન્ડ રોવર તરીકે કાર્યરત રાખી એની ચંદ્રશેરન સાથે કામ કરવાનું ચાલુ રાખશે.

ટાટા મોટર્સના અધ્યક્ષ એન ચંદ્રશેકરે જણાવ્યું હતું કે, “હું છેલ્લા પાંચ વર્ષમાં ટાટા મોટર્સની સફળતાપૂર્વક અગ્રેસર કરવા અને ભવિષ્ય માટે મજબૂત પાયો નાખવા બદલ ગુએન્ટરનો આભાર માનું છું. હું કંપનીના સલાહકાર તરીકેના તેમના સૂચનની રાહ જોઉ છું. ”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ અગાઉ 19 માર્ચે ટાટા મોટર્સ લિમિટેડે જાહેરાત કરી હતી કે મૂળ યોજના અનુસાર ૧ જુલાઈથી ડેમલરના પૂર્વ સીઈઓ માર્ક લિસ્ટોસેલા તેના ભારત બિઝનેસમાં સીઇઓ અને જનરલ મેનેજર તરીકે જોડાશે નહીં.

30 જૂને ટાટા મોટર્સની જવાબદારી લિસ્ટોસેલા સંભાળશે. વર્તમાન સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર ગુએન્ટર બુટ્સેક તેમની પાંચ વર્ષની મુદત પૂર્ણ કરી રહ્યા છે. સ્ટોક એક્સચેંજમાં બુધવારે ટાટા મોટર્સના શેર 0.7 ટકા તૂટીને 335.50 ના ભાવ પર બંધ થયા છે.

Next Article