GST Collection: ફેબ્રુઆરી 2022માં 1.33 લાખ કરોડ રૂપિયા કલેક્શન થયું, એક વર્ષમાં 18 ટકાનો ઉછાળો

|

Mar 02, 2022 | 6:36 AM

ફેબ્રુઆરી 2022માં GST કલેક્શન રૂ. 1,33,026 કરોડ છે. CGST કલેક્શન રૂ. 24,435 કરોડ, SGST રૂ. 30,779 કરોડ, IGST રૂ. 67,471 કરોડ અને સેસ રૂ. 10,340 કરોડ થયું છે .

GST Collection: ફેબ્રુઆરી 2022માં 1.33 લાખ કરોડ રૂપિયા કલેક્શન થયું, એક વર્ષમાં 18 ટકાનો ઉછાળો
GST કલેક્શનમાં વધારો નોંધાયો

Follow us on

GST COLLECTION: ફેબ્રુઆરી 2022 માટે GST કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. GST ની કુલ આવક ફેબ્રુઆરી 2022 માટે રૂપિયા 1,33,026 કરોડ એકત્ર થઇ છે . આ પાંચમી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે. ફેબ્રુઆરી 2022 માં ફેબ્રુઆરી 2021 ની સરખામણીમાં GST કલેક્શન 18 ટકા વધ્યું છે જ્યારે ફેબ્રુઆરી 2020 ની સરખામણીમાં કલેક્શનમાં 26 ટકાનો વધારો થયો છે.  GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે. પહેલીવાર GST સેસ કલેક્શન રૂ. 10,000 કરોડને પાર કરી ગયું છે. જે દર્શાવે છે કે ઓટોમોબાઈલ સેક્ટર જેવા સેક્ટરમાં રિકવરી પાછી આવી રહી છે.

ફેબ્રુઆરી 2022માં GST કલેક્શન રૂ. 1,33,026 કરોડ છે. CGST કલેક્શન રૂ. 24,435 કરોડ, SGST રૂ. 30,779 કરોડ, IGST રૂ. 67,471 કરોડ અને સેસ રૂ. 10,340 કરોડ થયું છે . ફેબ્રુઆરી મહિનામાં નિયમિત સેટલમેન્ટ બાદ કેન્દ્ર સરકારની આવક રૂ. 50,782 કરોડ થઈ છે જ્યારે રાજ્યોની કુલ આવક રૂ. 52,688 કરોડ રહી છે. ફેબ્રુઆરી 2022માં GST રેવન્યુ કલેક્શનમાં 18 ટકાનો વધારો થયો છે તે ફેબ્રુઆરી 2020ની સરખામણીમાં 26 ટકા વધ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં આયાતમાંથી આવકમાં 38%નો વધારો થયો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

નાણા મંત્રાલયે ડેટા જાહેર કરતા કહ્યું છે કે ફેબ્રુઆરી મહિનો જાન્યુઆરી કરતા ઓછા દિવસનો છે કારણ કે તેના 28 દિવસ છે. ફેબ્રુઆરીમાં રાજ્યોએ કોરોના રોગચાળાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે આંશિક લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ અને પ્રતિબંધની અસર દેખાઈ હતી . આ પાંચમી વખત છે જ્યારે GST કલેક્શન રૂ. 1.30 લાખ કરોડને વટાવી ગયું છે. પહેલીવાર GST સેસ કલેક્શન રૂ. 10,000 કરોડને પાર કરી ગયું છે. જે દર્શાવે છે કે ઓટોમોબાઈલ સેક્ટર જેવા સેક્ટરમાં રિકવરી પાછી આવી રહી છે.

1 એપ્રિલથી 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે E-Invoice ફરજિયાત

20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે 1 એપ્રિલથી B2B વ્યવહારો માટે ઈલેક્ટ્રોનિક ઈન્વોઈસ (E-Invoice) જનરેટ કરવાનું ફરજીયાત બનાવાયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે આ અંગે જાહેરાત કરી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક્ટ હેઠળ 500 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 1 ઓક્ટોબર 2020 થી બિઝનેસ ટુ બિઝનેસ (B2B) વ્યવહારો માટે ઈ-ઈનવોઈસિંગ ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદમાં 1 જાન્યુઆરી 2021 થી એ કંપનીઓ માટે પણ લાગુ કરવામાં આવ્યું હતું જેનું ટર્નઓવર 100 કરોડથી વધુ છે.

ગયા વર્ષે 1 એપ્રિલથી 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ B 2 B ઇનવોઇસ જનરેટ કરી રહી હતી. હવે આ નિયમ વધારીને 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. આ સાથે 1 એપ્રિલ 2022 થી વધુ સપ્લાયરોએ ઈ-ઈનવોઈસ જનરેટ કરવાનું કહેવામાં આવ્યું છે. જો ઇનવોઇસ માન્ય ન હોય તો વ્યક્તિ યોગ્ય દંડ સિવાય તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ શકશે નહીં.

 

આ પણ વાંચો : જાન્યુઆરીમાં પી-નોટ્સ દ્વારા રોકાણમાં ઘટાડો, આગળ પણ રશિયા યુક્રેન સંકેટની જોવા મળશે અસર

 

આ પણ વાંચો : MONEY9: તમે સંતાનોને વારસામાં વિવાદ આપવા માગો છો કે શાંતિ? જો શાંતિ, તો જુઓ આ વીડિયો

Next Article