મોટા સમાચાર- સરકારે આ 12 દવાઓ કરી સસ્તી, NPPAએ લીધું મોટું પગલું

|

Oct 25, 2021 | 8:16 PM

ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)એ સોમવારે જણાવ્યું હતું કે તેણે 12 એન્ટિ-ડાયાબિટીક જેનરિક દવાઓની કિંમતો નક્કી કરી છે.

મોટા સમાચાર- સરકારે આ 12 દવાઓ કરી સસ્તી, NPPAએ લીધું મોટું પગલું
Medplus Health IPO

Follow us on

Medicine Prices: ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)એ સોમવારે જણાવ્યું હતું કે તેણે 12 એન્ટિ-ડાયાબિટીક જેનરિક દવાઓની મહત્તમ કિંમતો નક્કી કરી છે. તેમણે કહ્યું કે આમાં glimepiride ટેબ્લેટ, ગ્લુકોઝ ઈન્જેક્શન અને ઈંટરમીડીયેટ એક્ટીંગ ઈન્સ્યુલિન સોલ્યુશનનો સમાવેશ થાય છે. ડ્રગ કિંમતની રેગ્યુલેટરે એક ટ્વીટમાં કહ્યું કે દરેક ભારતીય માટે ડાયાબિટીસ જેવા રોગોની સારવાર શક્ય બને તે માટે NPPAએ 12 એન્ટિ-ડાયાબિટીક જેનરિક દવાઓના ભાવને મર્યાદિત કરવાનું પગલું ભર્યું છે.

 

કઈ દવાની કેટલી થઈ કિંમત?

આ દવાઓમાં 1 મિલિગ્રામ ગ્લિમેપીરાઈડ ટેબ્લેટનો સમાવેશ થાય છે, જેની કિંમત 3.6 રૂપિયા પ્રતિ ટેબ્લેટ નક્કી કરવામાં આવી છે. તેની 2 મિલિગ્રામની મહત્તમ મર્યાદા 5.72 રૂપિયા પ્રતિ ટેબ્લેટ રાખવામાં આવી છે. 25 ટકા તાકાત ધરાવતા 1 મિલી ગ્લુકોઝ ઈન્જેક્શનની મહત્તમ કિંમત 17 પૈસા રાખવામાં આવી છે. જ્યારે 1ml ઈન્સ્યુલિન (દ્રાવ્ય) ઈન્જેક્શનની (1ml insulin (soluble) ) મહત્તમ કિંમત 15.09 રૂપિયા રહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

એ જ રીતે 40 IU/ml સ્ટ્રેન્થના 1 ml ઈન્ટરમીડિયેટ એક્ટિંગ (NPH) સોલ્યુશન ઈન્સ્યુલિન ઈન્જેક્શનની મહત્તમ કિંમત 15.09 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે 1 મિલી પ્રિમીક્સ ઈન્સ્યુલિન 30:70 (નિયમિત એનપીએચ) 40 IU/ml તાકાત વાળા ઈન્જેક્શનની કિંમત પણ 15.09 રાખવામાં આવી છે.

 

NPPAએ આગળ જણાવ્યું હતું કે 500 સ્ટ્રેન્થ વાળા મેટફોર્મિન (metformin) તાત્કાલિક રિલીઝ ટેબ્લેટની મહત્તમ કિંમત પ્રતિ ટેબ્લેટ 1.51 રૂપિયા નક્કી કરવામાં આવી છે.  જ્યારે 750 મિલિગ્રામ દવાની કિંમત ટેબ્લેટ દીઠ 3.05 રૂપિયા અને 1,000 મિલિગ્રામની તાકાતવાળી ટેબ્લેટની કિમત પ્રતિ ટેબ્લેટ 3.61 રૂપિયા રહેશે.

 

NPPAએ કહ્યું કે 1000 મિલિગ્રામની તાકાતવાળા મેટફોર્મિન કંટ્રોલ રિલીઝ ટેબ્લેટની મહત્તમ કિંમત 3.66 રૂપિયા હશે. આ સિવાય 750 મિલિગ્રામની તાકાત સાથે આ દવાની કિંમત 2.4 રૂપિયા પ્રતિ ટેબ્લેટ છે. 500 મિલિગ્રામની તાકાતવાળી મેટફોર્મિન કંટ્રોલ રિલીઝ ટેબ્લેટની મહત્તમ કિંમત 1.92 રૂપિયા પ્રતિ ટેબ્લેટ નક્કી કરવામાં આવી છે.

 

નવેમ્બરના અંત સુધીમાં આવી જશે નવી કોરોના વેક્સીન

તમને જણાવી દઈએ કે હૈદરાબાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની બાયોલોજિકલ ઈ લિમિટેડ (BE) નવેમ્બરના અંત સુધીમાં તેની કોવિડ-19 રસી ‘કોર્બેવેક્સ’ (Corbevax) રજૂ કરી શકે છે. કંપની આ રસી 10 કરોડ ડોઝ સાથે લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ માહિતી હૈદરાબાદ સ્થિત કંપની BEના મેનેજિંગ ડિરેક્ટર મહિમા દાતલાએ આપી હતી.

 

અમેરિકાના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન (DFC) સાથે નાણાં ભંડોળના કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે ઉત્પાદિત ડોઝ હાલમાં રેગ્યુલેટરી ટેસ્ટ માટે હિમાચલ પ્રદેશના કસૌલી સ્થિત સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરી (CDL)ને મોકલવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો :  ખુશખબર : ટાટા સ્ટીલ કંપનીનો મોટો નિર્ણય, હવે કર્મચારીઓ તેમના બાળકો અને આશ્રિતોને નોકરી ટ્રાન્સફર કરી શકશે

Next Article