નોકરિયાતો માટે સારા સમાચાર,1 એપ્રિલથી ટેક હોમ Salaryમાં થઈ શકે છે વધારો, જાણો પગારના નવા નિયમ

|

Mar 25, 2021 | 6:49 AM

નાણાકીય વર્ષ સમાપ્ત થવા જય રહ્યું છે. 1 એપ્રિલથી ઘણા નિયમો બદલાશે. આ મહત્વપૂર્ણ નિયમોમાંથી એક તમારા પગારથી સંબંધિત છે. હકીકતમાં, સરકાર દ્વારા નવા વેતન કાયદા એટલે કે નવો વેતન કોડ 1 એપ્રિલથી લાગુ કરશે.

નોકરિયાતો માટે સારા સમાચાર,1 એપ્રિલથી ટેક હોમ Salaryમાં થઈ શકે છે વધારો, જાણો પગારના નવા નિયમ
File Photo

Follow us on

નાણાકીય વર્ષ સમાપ્ત થવા જઈ રહ્યું છે. 1 એપ્રિલથી ઘણા નિયમો બદલાશે. આ મહત્વપૂર્ણ નિયમોમાંથી એક તમારા પગારથી સંબંધિત છે. હકીકતમાં, સરકાર દ્વારા નવા વેતન કાયદા એટલે કે નવો વેતન કોડ 1 એપ્રિલથી લાગુ કરશે. આ નિયમ પછી તમે તમારા ટેક્સમાં ઘટાડો કરીને તમારા ટેક હોમ સેલેરી વધારી શકો છો. ચાલો જાણીએ કે નવો વેતન કાયદો શું છે અને તમે તેનો લાભ કેવી રીતે મેળવી શકો છો.

સરકારના નવા પગાર કાયદા હેઠળ દર મહિને તમને મળતા પગારમાં મૂળભૂત પગારનો હિસ્સો 50 ટકા હોવો જોઈએ. મૂળ પગારમાં બેઝિક સેલેરી, મોંઘવારી ભથ્થું અને રીર્ટનીંગ એલાઉન્સ સામેલ છે. આ ત્રણ વસ્તુઓ ઉમેરીને તમારા બેઝિક સેલેરીની ગણતરી કરવામાં આવે છે.

જૂનો નિયમ શું કહે છે
ધારો કે તમારી વાર્ષિક કુલ આવક એટલે કે CTC 18 લાખ રૂપિયા છે. હાલના નિયમ મુજબ બેઝિક સેલેરી CTCનો 32 ટકા છે. આ અર્થમાં તમારા માસિક CTCમાં બેઝિક હિસ્સો 48,000 રૂપિયા હોવો જોઈએ. બીજી તરફ 50 ટકા એટલે કે 24000 રૂપિયાના HRA અને આ પછી 10 ટકા એટલે કે 4800 રૂપિયા NPS , પ્રોવિડન્ટ ફંડમાં 12 ટકા મુજબ 5760 રૂપિયા હશે. આ રીતે, 1.50 લાખના CTCમાં તમારું માસિક પગાર 82,560 રૂપિયા થાય અને 67,440 રૂપિયા બાકીની રકમ અન્ય બાબતોમાં જાય છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

નવા સ્ટ્રક્ચરથી આ લાભ થશે
હવે 1 એપ્રિલથી નવો વેતન કોડ લાગુ થયા પછી તમે તમારા પગારની રચના બદલી શકો છો. નવા કાયદા હેઠળ પીએફ, ગ્રેચ્યુઇટી, મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું અને મકાન ભાડુ ભથ્થું પગારમાં સમાયોજિત કરવામાં આવશે. મૂળભૂત સીટીસીનો મત 50 ટકા છે અને અન્ય ભથ્થાં 50 ટકાથી વધુ નહીં હોય, એ જ રીતે પીએફમાં ફેરફાર અને અન્ય ભથ્થાં પણ કર ના ભારને ઘટાડશે જેની અસર તમારા ટેક હોમ સેલેરી પર જોવા મળશે.

51 ભથ્થા બાકાત રાખવાનો નિર્ણય
કેબિનેટમાં નવા વેજ કોડને લાગુ કરતાં પહેલાં દરેક પાસાની તપાસ કરવામાં આવી હતી. ખાસ કરીને અનુમતિઓ વિશે વાત કરીએ તો તમામ 196 ભથ્થાઓની તપાસ કર્યા પછી કેબિનેટે 37 ટકા જાળવી રાખીને તેમાંથી 51ને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે જેથી કામ કરતા લોકો ભાર ઘટાડી શકે અને તેમને વધુ ફાયદા મળી શકે. કોઈ કંપનીમાં સતત 5 વર્ષ કામ કર્યા પછી જ ગ્રેચ્યુઇટી મળે છે પરંતુ નવા કાયદા હેઠળ કર્મચારીઓ 1 વર્ષ કામ કર્યા પછી જ ગ્રેચ્યુઇટીનો હકદાર રહેશે.

Next Article