કર્મચારીઓ માટે ખુશખબર : મોદી સરકાર પેન્શન વધારવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે, જાણો વિગતવાર

|

Nov 10, 2021 | 7:58 AM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 6,000 રૂપિયા કરવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી આ 3,000 રૂપિયા સુધી કરી શકે છે.

કર્મચારીઓ માટે ખુશખબર : મોદી સરકાર પેન્શન વધારવા અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે, જાણો વિગતવાર
Pensioner

Follow us on

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હવે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના સબસ્ક્રાઈબર્સને ખુશખબર આપવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર ટૂંક સમયમાં પીએફ ખાતાધારકોના લઘુત્તમ પેન્શનની રકમ(Pension Hike)વધારી શકે છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે જેમાં ઘણા મોટા મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા પેન્શનની લઘુત્તમ રકમ વધારવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયાથી વધારીને 6,000 રૂપિયા કરવાની માંગ કરી છે. એવું માનવામાં આવે છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી આ 3,000 રૂપિયા સુધી કરી શકે છે. EPFO ના પૈસા પ્રાઈવેટ કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરવાના વિવાદાસ્પદ મુદ્દા પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સાથે નાણાકીય વર્ષ 2021-22 માટે પેન્શન ફંડના વ્યાજ દર પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

CBT બેઠકના મુદ્દાઓ અને એજન્ડા તૈયાર કરવામાં આવી રહ્યા છે
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ લઘુત્તમ પેન્શન વધારવાનો નિર્ણય લઈ શકે છે. એવું માનવામાં આવે છે કે EPFમાં જમા રકમ પર વર્તમાન 8.5 ટકા વ્યાજ દર ચાલુ રહી શકે છે. વર્તમાન વ્યાજ દરમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી છે. CBT ની બેઠક અગાઉ 16 નવેમ્બરે યોજાવાની હતી પરંતુ બાદમાં તેને મોકૂફ રાખવામાં આવી હતીજે હવે થોડા દિવસ બાદ મળશે. બેઠકના મુદ્દાઓ અને એજન્ડા તૈયાર કરવાના હજુ બાકી છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

વ્યાજ વધારવાની ભલામણ છેલ્લી બેઠકમાં કરવામાં આવી હતી
CBT ની છેલ્લી બેઠક માર્ચ 2021માં શ્રીનગરમાં યોજાઈ હતી. CBTએ 2020-21 માટે સભ્યોના ખાતામાં EPF થાપણો પર વાર્ષિક 8.5 ટકા વ્યાજ દરની ભલામણ કરી હતી. તેને નાણા મંત્રાલયે તાજેતરમાં મંજૂરી આપી છે.

આ બાબતે સાવચેત રહેવા સલાહ અપાઈ
જો તમે પણ PF ખાતાધારક છો તો તમારા માટે આ અગત્યના સમાચાર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees’ Provident Fund Organisation)એ તેના તમામ ગ્રાહકોને ચેતવણીઓ જારી કરી છે. EPFO એ તેના 6 કરોડ PF ખાતાધારકોને વ્યક્તિગત માહિતી અને કોઈપણ પ્રકારની એપ ડાઉનલોડ કરવા બાબતે ચેતવણી આપી છે.

કોઈપણ નોકરી શોધનાર માટે તેના પ્રોવિડન્ટ ફંડ એટલે કે PFની રકમ સૌથી મહત્વપૂર્ણ છે. ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ રકમ સૌથી મહત્વપૂર્ણ ફંડ છે. PF પર વ્યાજ સહિત પૈસા જમા થાય છે. આ કિસ્સામાં તમારે તમારા પીએફના નાણાં વિશે અત્યંત સાવધ રહેવાની જરૂર છે.

EPFOએ તેના ખાતાધારકોને કોઈપણ ફેક કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે. EPFO એ એલર્ટમાં જણાવ્યું હતું કે, EPFO ​​ક્યારેય તેના ખાતાધારકોને UAN નંબર, આધાર નંબર, PAN નંબર અથવા બેંકની વિગતો માટે ફોન કૉલ પર પૂછતું નથી અને ન તો EPFO ​​તેના ખાતાધારકોને કોઈ ફોન કૉલ કરે છે.

 

આ પણ વાંચો : ITR Filing : 2.38 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ થયાં, 31 ડિસેમ્બર બાદ ચૂકવવી પડશે લેટ ફી

આ પણ વાંચો : પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ આનંદ મહિન્દ્રાએ પોતાને ‘અયોગ્ય’ ગણાવ્યા! કારણ જણાવી લોકોનું જીતી લીધું દિલ

Next Article