રાહતના સમાચાર : નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પરત લેવાયો

|

Apr 01, 2021 | 8:53 AM

1 એપ્રિલની સવાર આમઆદમી માટે ખુશખબર લાવી છે. સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર હવે તે જ જુના દરેજ વ્યાજ ફરીથી ઉપલબ્ધ રહેશે. સરકારે બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.

રાહતના  સમાચાર : નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પરત  લેવાયો

Follow us on

1 એપ્રિલની સવાર આમઆદમી માટે ખુશખબર લાવી છે. સ્મોલ સેવિંગ સ્કીમ્સ પર હવે તે જ જુના દરેજ વ્યાજ ફરીથી ઉપલબ્ધ રહેશે. સરકારે બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સવારે એક ટ્વીટમાં આ માહિતી આપી. દેશના કરોડો લોકો માટે આ એક મોટી રાહત સમાચાર છે.

આ અગાઉ બુધવારે સરકારે 1 એપ્રિલ 2021 થી સ્મોલ સેવિંગ સ્કીમ્સ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ નાણાં પ્રધાને કહ્યું કે હવે તમામ યોજનાઓ પરનો વ્યાજદર તે જ રહેશે જે ગઈકાલે હતો.

સીતારામને કહ્યું કે, ભારત સરકારની નાની બચત યોજનાઓ પરનો વ્યાજ દર તે જ રહેશે, જે નાણાકીય વર્ષ 2020-2021 ના ​​અંતિમ ક્વાર્ટરમાં હતો, એટલે કે માર્ચ 2021 નો વ્યાજ દર હજી પણ વધુ ઉપલબ્ધ થશે. જારી કરાયેલા ઓર્ડર પરત ખેંચવામાં આવશે.

કંઈ  યોજનામાં કેટલું વ્યાજ મળશે 

સેવિંગ ડિપોઝીટ 4.0% વાર્ષિક
1 વર્ષની ડિપોઝીટ 5.5% ત્રિમાસિક
2 વર્ષની ડિપોઝીટ 5.5% ત્રિમાસિક
3 વર્ષની ડિપોઝીટ 5.5% ત્રિમાસિક
5 વર્ષની ડિપોઝીટ 6.7% ત્રિમાસિક
5 વર્ષની રીકરીંગ ડિપોઝીટ 5.8% ત્રિમાસિક
સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ 7.4% ત્રિમાસિક
મંથલી ઇન્કમ એકાઉન્ટ 6.6% ત્રિમાસિક
NSC 6.8% વાર્ષિક
PPF 7.1% વાર્ષિક
કિસાન વિકાસ પાત્ર 6.9% (124મહિના ) વાર્ષિક
સુકન્યા સમૃદ્ધિ યોજના 7.6% વાર્ષિક

Published On - 8:52 am, Thu, 1 April 21

Next Article