ભારતમાં રોકાણ માટે હંમેશાં સોના(Gold) ને એક સારો વિકલ્પ માનવામાં આવે છે. રોકાણકારોએ પણ તેમાં કોરોનાકાળમાં મોટો વિશ્વાસ દર્શાવ્યો છે. આ જ કારણ છે કે તેની કિંમત સતત વધી રહી છે. નિષ્ણાંતોના મતે સોનામાં રોકાણ કરવા માટે પણ આ સમય યોગ્ય છે . આવી સ્થિતિમાં જો તમે તેમાં પૈસા પણ લગાવવા જઇ રહ્યા છો તો તમારે થોડી બાબતો જાણવી મહત્વપૂર્ણ છે. આ તમારા નફાને બમણો કરી શકે છે.
રોકાણ સમયે એવી યોજના પસંદ કરવી જોઈએ જેમાં જોખમ સૌથી ઓછું હોય. આવી સ્થિતિમાં ગોલ્ડ ઇટીએફ એક સારો વિકલ્પ છે. તે ટૂંકા અને લાંબા ગાળા બંને માટે યોગ્ય મનાય છે. તેમાં સ્ટોરેજની જરૂર નથી તમે તેનો ઉપયોગ ઇમરજન્સી દરમિયાન કરી શકો છો.
ગોલ્ડ બારમાં રોકાણ કરીને તમે મુશ્કેલ સમયમાં પૈસાની પણ વ્યવસ્થા કરી શકો છો. તેમાં રોકાણ કરતા પહેલાં, તેની શુદ્ધતા તપાસવાની ખાતરી કરો કારણ કે સોનું જેટલું શુદ્ધ તેટલો વધારે ફાયદો. તેથી જો તમે કોઈ પ્રખ્યાત રિફાઇનરી પાસેથી ગોલ્ડ બાર ખરીદો છો તો તેની શુદ્ધતા સૌથી વધુ રહેશે.એમએમટીસી પીએએમપી અને બેંગ્લોર રિફાઇનરી જેવા કેટલાક સ્થળોએ 24 કેરેટ સોનું લઈ શકાય છે. એ જ રીતે તમે અન્ય સારી રેટેડ રિફાઇનરીઓ તરફ પણ વિકલ્પ અપનાવી શકો છો.
સદીઓથી દેશમાં ફિઝિકલ ગોલ્ડ નું ચલણ રહ્યું છે. તેથી તમે કોરોના સંકટમાં પણ સુવર્ણ ઝવેરાત ખરીદી શકો છો. સોનાના આભૂષણો ખરીદતા પહેલા તેની શુદ્ધતાને યોગ્ય રીતે તપાસો. આ માટે હોલમાર્કિંગને તપાસવાનું ભૂલશો નહીં. જરૂર પડે ત્યારે તમે સોનાના ઝવેરાત ગિરવે મૂકીને અથવા વેચીને સારા પૈસા મેળવી શકો છો.
આ પણ વાંચો : એમેઝોન-ફ્યુચર ગ્રુપ વિવાદ: દિલ્હી હાઈકોર્ટે સિંગાપોર ટ્રિબ્યુનલ સમક્ષ કાર્યવાહી પર રોક લગાવી
આ પણ વાંચો : હવે Aadhaar સંબંધિત દરેક કામ થયું સરળ, રાશન કાર્ડને આધાર સાથે કરો લિંક, જાણો પુરી પ્રોસેસ