Sovereign Gold Bond: સોમવારથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કિંમત અને ખરીદીની રીત?

|

Feb 26, 2022 | 6:49 AM

સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. કોઈ પણ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરી શકે છે.

Sovereign Gold Bond: સોમવારથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કિંમત અને ખરીદીની રીત?
Sovereign Gold Bond Scheme

Follow us on

Sovereign Gold Bond Scheme: સરકારી ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 માટે ઇશ્યૂ પ્રાઇસ રૂ. 5,109 પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ યોજના હેઠળ રોકાણ માટે સોમવારથી અરજી કરી શકાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જણાવ્યું છે કે ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22ના 10મા હપ્તામાં સબસ્ક્રિપ્શન માટે સ્કીમ 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી ખુલ્લી રહેશે. સેન્ટ્રલ બેંકે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોલ્ડ બોન્ડની મૂળ કિંમત પ્રતિ ગ્રામ રૂ. 5,109 હશે.

ઓનલાઇન અરજી કરનારા રોકાણકારોને 50 રૂપિયાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લાભ માટે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવી પડશે. આરબીઆઈએ કહ્યું, ‘ઓનલાઈન પેમેન્ટ કરનારા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડનું નિર્ગમ મૂલ્ય 5,059 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે.

સ્વર્ણ બોન્ડ યોજના 2021-22 નો નવમો હપ્તો 10 થી 14 જાન્યુઆરી સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને આ સમયગાળા દરમિયાન ઇશ્યૂ કિંમત સોનાના પ્રતિ ગ્રામ 4,786 હતી. ભારતીય રિઝર્વ બેંક ભારત સરકાર વતી બોન્ડ જારી કરશે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, આ બોન્ડ સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SHCIL), નિયુક્ત પોસ્ટ ઓફિસો અને NSE અને BSE જેવા માન્ય સ્ટોક એક્સચેન્જો દ્વારા વેચવામાં આવશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ યોજના હેઠળ સામાન્ય રોકાણકારો ઓછામાં ઓછા એક ગ્રામ સોનામાં અને વધુમાં વધુ ચાર કિલોગ્રામ સોનામાં રોકાણ કરી શકે છે. હિંદુ અવિભાજિત કુટુંબ દરેક નાણાકીય વર્ષમાં 4 કિલો અને ટ્રસ્ટ અને સમાન એકમો 20 કિલો માટે અરજી કરી શકે છે.

SGB ના શું છે લાભ?

સોવરેન ગોલ્ડ બોન્ડ પર દર અડધા વર્ષે 2.50 ટકાના દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. બોન્ડ પરના વ્યાજમાંથી આવક આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર છે. આ બોન્ડના ડોક્યુમેન્ટ અને ડીમેટ ફોર્મેટ બંને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સેકન્ડરી માર્કેટમાં વેપાર કરી શકાય છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે વ્યક્તિગત રોકાણકારોને SGB રિડીમ કરવા પર મળેલી મૂડી પર કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. દરમિયાન RBI ની SGB યોજના 2021-22 ની છઠ્ઠી શ્રેણી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી છે. કોઈપણ રોકાણકાર આજની સમયમર્યાદામાં રોકાણ કરી શકે છે.

SGB ​​માં રોકાણ કરવાના ફાયદા

  • ખાતરીપૂર્વકનું વળતર : સોવરેન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને દર વર્ષે 2.5%ના દરે વ્યાજ મળશે. આ વ્યાજ અર્ધવાર્ષિક ધોરણે મળશે.
  • કેપિટલ ગેઈન્સ ટેક્સમાંથી મુક્તિ: રિડેમ્પશન પર કોઈ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે નહીં.
  • લોન સુવિધા: લોન માટે કોલેટરલ તરીકે ઉપયોગ કરી શકાય છે.
  • સ્ટોરેજની કોઈ સમસ્યા નથી: સુરક્ષિત, ભૌતિક સોનાની જેમ સ્ટોરેજની કોઈ સમસ્યા નથી.
  • લિક્વીડીટી: એક્સચેન્જો પર વેપાર કરી શકાય છે.
  • GST અને મેકિંગ ચાર્જિસમાંથી મુક્તિ: ફીઝિકલ સોનાથી વિપરીત અહીં કોઈ GST અને મેકિંગ ચાર્જ નથી.

 

ઓનલાઇન ખરીદી પર 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ

સરકારે આરબીઆઈ સાથે પરામર્શ કરીને, ઓનલાઈન અરજી કરનારા અને ડિજિટલ પેમેન્ટ કરનારા ગ્રાહકોને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે. કોઈ પણ વ્યક્તિ ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક અથવા ઈલેક્ટ્રોનિક બેંકિંગ દ્વારા ચૂકવણી કરવાનું પસંદ કરી શકે છે.

આ પણ વાંચો : વૈશ્વિક તણાવ ભારત અને સમગ્ર વિશ્વમાં આર્થિક રિકવરી પર ગંભીર અસર કરશેઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

આ પણ વાંચો : વાયરલ થઈ રહ્યો છે 500 રૂપિયાની નોટ અંગેનો નકલી મેસેજ, જાણો કેવી રીતે ઓળખશો તમારી નોટ અસલી છે કે નકલી ? 

Published On - 6:49 am, Sat, 26 February 22

Next Article