Import Duty માં વધારા બાદ સોનું મોંઘુ થવાના સંકેત, સરકારના નિર્ણય બાદ કિંમતમાં 1500 થી 2000 રૂપિયાનો ઉછાળો આવી શકે છે

|

Jul 02, 2022 | 6:47 AM

ભારતે મે મહિનામાં 6.03 બિલિયન ડોલરના સોનાની આયાત કરી હતી, જે ગયા વર્ષની સરખામણીમાં 9 ગણી વધારે છે. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો ભારતે ગયા વર્ષે સૌથી વધુ સોનાની આયાત કરી હતી.

Import Duty માં વધારા બાદ સોનું મોંઘુ થવાના સંકેત, સરકારના નિર્ણય બાદ કિંમતમાં 1500 થી 2000 રૂપિયાનો ઉછાળો આવી શકે છે
Symbolic Image

Follow us on

સોનું ખરીદવાનું  પ્લાનિંગ કરી રહેલા લોકો માટે અગત્યના સમાચાર છે. કેન્દ્ર સરકારે સોનાની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યુટી (Gold Import Duty) 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી છે. અમેરિકી ડોલર સામે રૂપિયો વિક્રમી નીચી સપાટીએ પહોંચવાને કારણે આયાત પર અંકુશ લગાવવાના પ્રયાસરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. સોનાની આયાત પર લાગતી ઈમ્પોર્ટ ડ્યુટીમાં 5 ટકાનો વધારો થયો છે. સોના પરની આયાત જકાત વધવાથી સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો થશે. નિષ્ણાતોના મતે દેશમાં સોનાની કિંમત (Gold Price) 1500-2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધશે. તમને જણાવી દઈએ કે ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે.

સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારાને કારણે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઓગસ્ટમાં સોનાનો વાયદો 3 ટકા વધીને રૂ. 51,900 પ્રતિ 10 ગ્રામ થયો હતો.

ભારતે મે મહિનામાં 6.03 બિલિયન ડોલરના સોનાની આયાત કરી હતી, જે ગયા વર્ષની સરખામણીમાં 9 ગણી વધારે છે. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો ભારતે ગયા વર્ષે સૌથી વધુ સોનાની આયાત કરી હતી. કોરોના મહામારીમાંથી બહાર આવ્યા બાદ સોનાની માંગમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સોના પર આયાત જકાત વધારવાથી આયાત પર અંકુશ આવશે અને સોનું મોંઘુ થશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ પગલું ગયા વર્ષ કરતાં ઊલટું છે જ્યારે કેન્દ્રએ બજેટમાં ટેક્સ ઘટાડીને 7.5 ટકા કર્યો હતો. વર્ષની શરૂઆતમાં, દેશના અગ્રણી જ્વેલર્સે સરકારને સોનાની દાણચોરી ઘટાડવા માટે બજેટ 2022માં સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી 7.5 ટકાથી ઘટાડીને 4 ટકા કરવા વિનંતી કરી હતી.

સોનાના ભાવ વધશે

કેડિયા કોમોડિટીના ડાયરેક્ટ અજય કેડિયાએ જણાવ્યું હતું કે સોના પરની આયાત ડ્યૂટી 5 ટકા વધીને 12.5 ટકા થઈ છે. જૂનો દર 10.75 ટકા હતો. જોકે, સરકારે સામાજિક કલ્યાણ સરચાર્જમાં છૂટ આપી છે. નવા  દર 15% (12.5% ​​બેઝ ડ્યુટી + 2.5% એગ્રી સેસ) છે. કેડિયાએ કહ્યું કે, સોના પરની વાસ્તવિક આયાત ડ્યૂટીમાં 4.25 ટકાનો ફેરફાર થયો છે.

IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર સોના પર આયાત ડ્યૂટીમાં વધારાને કારણે સ્થાનિક બજારમાં સોનાની કિંમત 1500-2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધશે. તેમણે કહ્યું કે, સરકારના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. શુક્રવારે સોનાની કિંમતમાં 1200 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે.

આ દેશોએ સોના પરની ઈમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી છે

એક તરફ ભારતે સોનાની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યુટી વધારીને 12.5 ટકા કરી છે, તો બીજી તરફ ચીન, અમેરિકા અને સિંગાપોર જેવા દેશોએ પોતપોતાના સ્થાનિક બજારોને મજબૂત કરવા સોનાની આયાત પરની ઈમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી છે.

Published On - 6:46 am, Sat, 2 July 22

Next Article