Gold Price Today : આજે કિંમતી ધાતુના ભાવની શું છે સ્થિતિ? જાણો તમારા શહેરના સોનાનો ભાવ

|

Aug 08, 2022 | 2:56 PM

જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે.

Gold Price Today : આજે કિંમતી ધાતુના ભાવની શું છે સ્થિતિ? જાણો તમારા શહેરના સોનાનો ભાવ
Symbolic Image

Follow us on

Gold Price Today :  વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે સોમવારે સવારે ભારતીય વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આજે જ્યાં સોનાનો ભાવ 52 હજારની આસપાસ હતો તો  ચાંદી 57 હજારથી ઉપર પહોંચી ગઈ છે. આજે સોનામાં 51,793 રૂપિયાના સ્તરે ટ્રેડિંગ શરૂ થયું હતું, માંગમાં વધારો થવાને કારણે ભાવ ટૂંક સમયમાં 51,800ના સ્તરને વટાવી ગયા જે 52000 ઉપર પહોંચ્યા હતા. ચાંદીના ભાવમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. MCX પર ચાંદીના વાયદાના ભાવમાં આજે વધારો નોંધાયો છે. અગાઉ ચાંદીમાં  કારોબાર રૂ. 57,398ના સ્તરે ખુલ્યો હતો.

વૈશ્વિક બજારમાં ભાવ ઉપર એક નજર

આજે વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રશિયા-યુક્રેનની તંગદિલી ઓછી ન થતાં સોનાના ભાવ ફરી એક વખત દબાણ હેઠળ છે. યુએસ માર્કેટમાં આજે સોનાની હાજર કિંમત 1,772.72 ડોલર પ્રતિ ઔંસ હતી જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 0.14 ટકા નીચી છે. એ જ રીતે ચાંદીના હાજર ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીની હાજર કિંમત 19.88 ડોલર પ્રતિ ઔંસ છે. આનો અર્થ એ થયો કે તેના ભાવ અગાઉના બંધ ભાવ કરતાં 0.20 ટકા ઓછા છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD :   51997.00  +123.00 (0.24%)  –  14:33 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 53691
Rajkot 53701
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52900
Mumbai 51870
Delhi 52030
Kolkata 51870
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 46450
USA 45359
Australia 45404
China 45360
(Source : goldpriceindia)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો

તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

Published On - 2:55 pm, Mon, 8 August 22

Next Article