Gold Price Today : ગોલ્ડ એક્સચેન્જમાં સ્ટોકની જેમ સોનામાં વેપાર થશે, કરો એક નજર આજના સોનાના ભાવ ઉપર

|

Jan 04, 2022 | 10:28 AM

ગુજરાતમાં(Gold Price Today in Gujarat) એક તોલા સોનાના ભાવ ઉપર નજર કરીએ તો અમદાવાદમાં (Gold Price Today in Ahmedabad) 49470 રૂપિયા છે.

Gold Price Today : ગોલ્ડ એક્સચેન્જમાં સ્ટોકની જેમ સોનામાં વેપાર થશે, કરો એક નજર આજના સોનાના ભાવ ઉપર
Gold price today

Follow us on

Gold price today :માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ વોલ્ટ મેનેજર નિયમોને સૂચિત કર્યા છે. આ અંતર્ગત સ્ટોક એક્સચેન્જોને દેશમાં ગોલ્ડ એક્સચેન્જ સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે. સેબીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગોલ્ડ એક્સચેન્જની સ્થાપનાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પીળી ધાતુનો વેપાર ઇલેક્ટ્રોનિક સોનાની રસીદોના રૂપમાં થશે અને એક્સચેન્જો સ્થાનિક સ્તરે પારદર્શક સ્પોટ પ્રાઇસ ડિસ્કવરી મિકેનિઝમ સ્થાપિત કરવામાં સક્ષમ હશે.

વૉલ્ટ મેનેજર તિજોરીની સેવા આપશે

ગોલ્ડ એક્સચેન્જો દેશમાં ડાયનેમિક ગોલ્ડ ઇકોસિસ્ટમ બનાવવાની અપેક્ષા રાખે છે. રેગ્યુલેટરે 31 ડિસેમ્બર, 2021ના રોજ જારી કરાયેલ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે વોટ મેનેજર સેબીના મધ્યસ્થી તરીકે રજીસ્ટર કરવામાં આવશે અને તેનું નિયમન કરવામાં આવશે. તેઓ EGR ની રચના માટે જમા કરેલ સોના માટે વૉલ્ટ સેવાઓ પ્રદાન કરશે.

શું જવાબદારી રહેશે?

વૉલ્ટ મેનેજર પાસે તમામ વ્યવહારોને ઇલેક્ટ્રોનિક રીતે રેકોર્ડ કરવા માટે સિસ્ટમ હોવી આવશ્યક છે. તેઓએ સોનાનું સ્થાન, સંગ્રહની સ્થિતિ, સ્થાનાંતરણ અને ઉપાડ, શુદ્ધતા, ગુણવત્તા અને સોનાના વજનને લગતા દસ્તાવેજો રાખવા પડશે. તેઓએ આ દસ્તાવેજોને ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સુરક્ષિત રાખવા પડશે. વધુમાં તેઓએ નિયમનકાર દ્વારા નિર્ધારિત આચાર સંહિતાનું પાલન સુનિશ્ચિત કરવું આવશ્યક છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સેબીએ જણાવ્યું કે જે વ્યક્તિ વોલ્ટમાં સોનું જમા કરીને EGR બનાવવા માંગે છે તેણે તેના માટે રજિસ્ટર્ડ વોલ્ટ મેનેજર પાસે અરજી કરવી પડશે. વૉલ્ટ મેનેજર સોનાની ગુણવત્તા અને વજનની ખાતરી કરશે તેમજ જ્યારે સોનું જમા કરવામાં આવે ત્યારે દસ્તાવેજોની તપાસ કરશે.

 

જાણો આજનો સોનાનો ભાવ

 

MCX GOLD  47767.00  +51.00 (0.11%) –  10:15 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         49470
RAJKOT 999                   49490
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 49230
MUMBAI                  49260
DELHI                      51700
KOLKATA                50140
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE          48990
HYDRABAD         48990
PUNE                      49070
JAYPUR                 49640
PATNA                   49070
NAGPUR               49260
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI               44421
AMERICA         43613
AUSTRALIA     43615
CHINA              43611
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

આ પણ વાંચો : Share Market : સતત બીજા દિવસે શેરબજારની મજબૂત સ્થિતિ, Sensex 59500 નજીક પહોંચ્યો

 

આ પણ વાંચો : ITR Filling : તમે ITR ભર્યું કે નહિ? જાણો રિટર્ન ફાઈલ કરવાના ફાયદા અને છેલ્લી તારીખ ચુકી જવાનું નુકસાન

 

Next Article