દિવાળીમાં સોના-ચાંદીની બમ્પર ખરીદી કરી થઇ, જાણો કેટલા કરોડના દાગીનાનું થયું વેચાણ

|

Oct 26, 2022 | 9:36 AM

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (ડેટ) લક્ષ્મી અય્યરના જણાવ્યા અનુસાર, દિવાળી માટે ખરીદદારોની યાદીમાં સોનું ટોચ પર છે. આ વખતે આર્થિક અનિશ્ચિતતા સોનાની માંગ વધારવામાં ભૂમિકા ભજવી શકે છે. જ્વેલર્સે પણ ખરીદદારોમાં ટ્રેન્ડ જોયો છે.

દિવાળીમાં સોના-ચાંદીની બમ્પર ખરીદી કરી થઇ, જાણો કેટલા કરોડના દાગીનાનું થયું વેચાણ
The gold and jewelery market shines during the festive season

Follow us on

બે વર્ષની સુસ્તી બાદ આખરે તહેવારોની સીઝનમાં સોના અને ઝવેરાતનું બજાર ચમક્યું છે. કોવિડ બાદ આ વખતે દિવાળીમાં લોકોએ જોરદાર ખરીદી કરી છે. આર્થિક અનિશ્ચિતતાઓ હોવા છતાં આગામી કેટલાક મહિનામાં વૈશ્વિક મંદીની આશંકા અને સોનાના ઓછા ભાવ(Gold Rate) વચ્ચે સોના અને ચાંદીનું વેચાણ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. ઉદ્યોગ મંડળ ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન (AIJGF)ના અંદાજ મુજબ ધનતેરસ દરમિયાન સોના અને ચાંદીના સિક્કાની સૌથી વધુ માંગ હતી. આ સિવાય સોનાની લગડીઓના વેચાણે આ વખતે નવી ઊંચાઈ હાંસલ કરી છે.

સોનાની માંગ ઉચ્ચ સ્તરે પહોંચી

એક મીડિયાના અહેવાલ અનુસાર AIJGFના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ કહ્યું કે  ‘ભારતીય ગોલ્ડ ઈન્ડસ્ટ્રી કોવિડ સંકટમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગઈ છે. કારણ કે ભારતમાં સોનાની માંગ તેના ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આર્થિક પ્રવૃતિમાં મજબૂત તેજી અને ઉપભોક્તા માંગમાં સુધારા બાદ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્થાનિક બજારમાં ભારતની સોનાની માંગમાં 80 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

AIJGFના અનુમાન મુજબ, દેશમાં ધનતેરસ અને દિવાળી દરમિયાન સોના અને ચાંદીના સિક્કા, મૂર્તિઓ અને વાસણો અનેઘરેણાનું વેચાણ 25,000 કરોડ રૂપિયાના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. શનિવાર (22 ઓક્ટોબર) અને રવિવારે (23 ઓક્ટોબર) ધનતેરસના અવસર પર દેશભરના બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે કોવિડ રોગચાળાને કારણે બજારમાં બે વર્ષની મંદી પછી, બજારોમાં ગ્રાહકોના ધસારાએ વેપારીઓને ઉત્સાહિત કર્યા છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપનીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર (ડેટ) લક્ષ્મી અય્યરના જણાવ્યા અનુસાર, દિવાળી માટે ખરીદદારોની યાદીમાં સોનું ટોચ પર છે. આ વખતે આર્થિક અનિશ્ચિતતા સોનાની માંગ વધારવામાં ભૂમિકા ભજવી શકે છે. જ્વેલર્સે પણ ખરીદદારોમાં ટ્રેન્ડ જોયો છે. સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના MD અને CEO સુવંકર સેન કહે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ફર્મે ધનતેરસના દિવસે ખરીદી માટે જ્વેલરીની ઘણી પ્રી-બુકિંગ જોઈ છે.

બજારમાં ખરીદદારોની ભીડ જામી હતી

ધનતેરસના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. એટલા માટે લોકો મોટા પાયે સોના અને સોનાના દાગીના ખરીદે છે. કોવિડના તમામ નિયંત્રણોમાંથી મુક્ત થયા બાદ આ વખતે ધનતેરસના દિવસે ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. દિવાળી પછી લગ્નની સિઝન શરૂ થવાની છે. આવી સ્થિતિમાં આગામી મહિનાઓમાં પણ સોનાનું વેચાણ વધશે તેવી વેપારીઓની અપેક્ષા છે.

Next Article