Gold-Silver Price : 2021મા સોના કરતા ચાંદીએ કરાવી આપી ચાંદી જ ચાંદી, જાણો વર્ષના અંત સુધીમાં કેટલો થશે નફો ?

|

May 12, 2021 | 2:20 PM

ભારતના બજારોમાં છેલ્લા એક અઠવાડિયાથી સોના-ચાંદીના (Gold-Silver Price) ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

Gold-Silver Price : 2021મા સોના કરતા ચાંદીએ કરાવી આપી ચાંદી જ ચાંદી, જાણો વર્ષના અંત સુધીમાં કેટલો થશે નફો ?
ચાંદીમાં રોકાણ કરનારાઓને ચાંદી જ ચાંદી

Follow us on

ભારતના બજારોમાં છેલ્લા એક અઠવાડિયાથી સોના-ચાંદીના (Gold-Silver Price) ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે સોના કરતા ચાંદીએ રોકાણકારોને વધારે ફાયદો અપાવ્યો છે.સોનાનો ભાવ 2021ની ઓપનિંગ પ્રાઇઝ કરતા 4 ટકા જેટલો ઓછો ચાલી રહ્યો છે. જ્યારે ચાંદી પોતાની ઓપનિંગ પ્રાઇઝ કરતા 5 ગણી વધુ એટલે કે 68,254 જેટલી કિંમત પર છે.

વિશેષજ્ઞોનું કહેવુ છે કે ચાંદીના ભાવ હજી પણ વધવાની શક્યતા છે કારણ કે ચાંદીનો ઉપયોગ ઔધ્યોગિક ધાતુ (Industrial Metal) તરીકે પણ થાય છે અને લોકો તેને કિંમતી ધાતુ તરીકે પણ ખરીદે છે સાથે જ ચાંદીનું ધાર્મિક મહત્વ પણ ઘણુ છે અને ભારતીય સંસ્કૃતિમાં તેનું મહત્વ હોવાથી તેની બજારમાં માંગણી હંમેશા રહે છે.

કેમ ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે ?

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

નિર્માણ કાર્યોમાં વધારો થવાની સાથે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સાથે બજારમાં ચાંદીની માંગ સામે તેની આપૂર્તિમાં ઘટાડો આવ્યો છે જેને કારણે ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ચાંદી કિંમતી ધાતુ હોવાની સાથે ઇંડસ્ટ્રીયલ મેટલ પણ છે. અમેરીકા, ચીન અને યુરોપિયન દેશોની અર્થવ્યવસ્થામાં સુધારની સાથે તેની માંગ પણ વધી રહી છે. પરંતુ ચાંદીના ખનનની આપૂર્તીમાં ઘટાડો આવ્યો છે જેને કારણે તેની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. તમામ બેસ મેટલ ઉચ્ચતર સ્તર પર પહોંચી ગયા છે જેનાથી ચાંદીના સેંટિમેન્ટમાં સુધારો આવ્યો છે.

આગળ જતા ભાવમાં થશે વધારો

અમેરીકા તેમજ અન્ય યુરોપિયન દેશોમાં ઇંડસ્ટ્રીયલ માંગની સામે ચાંદીની આપૂર્તી ઓછી થવાથી હજી પણ ભાવ વધવવાની શક્યતા છે. મીડિયમ ટર્મમાં ચાંદીની કિંમત 75,000 થી 76,000 પ્રતિ કિલોગ્રામના સ્તર પર પહોંચવાની શક્યતા છે સાથે જ 2021ના અંત સુધીમાં 85,000 કિંમત થવાની શક્યતા છે જ્યારે સોનાની કિંમત 52,000 પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચવાનો અંદાજો છે.

કોરોનાને કારણે ભાવમાં ઉછાળો

કોરોનાને કારણે જ્યારે દુનિયાના દેશ મંદી જેવી સ્થિતીનો સામનો કરી રહ્યા છે અને લૉકડાઉનને કારણે ઉત્પાદન પર અસર થયો છે ત્યારે આગામી સમયમાં બજારમાં વધુ મંદીની પરિસ્થિતી ઉભી થાય તેમ છે ત્યારે લોકો શેયર બજારમાં રોકાણ કરવાની જગ્યાએ સોના-ચાંદીમાં રોકાણ કરવાનું વધુ સેફ માની રહ્યા છે. કારણ કે જરૂરિયાત પડવા પર તેમાંથી તરત કેશ ઉભી કરી શકાય છે. માટે વધુને વધુ લોકો સોનું ચાંદી ખરીદી રહ્યા છે.

Next Article