GOLD RATES: સોનું ખરીદવા વિચારી રહ્યા છો? હાલ છે ઉત્તમ સમય, બે દિવસમાં સોનું 1,300 રૂપિયા સસ્તું થયું

|

Jan 09, 2021 | 10:54 AM

શેર બજારોમાં બમ્પર તેજી વચ્ચે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ(Gold Silver price)માં ઘટાડો થયો છે. દેશની રાજધાનીમાં બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ (Gold rate) શુક્રવારે રૂ 614 ઘટીને 10 ગ્રામના રૂ. 49,763ના સ્તરે બંધ રહ્યો છે. ગુરુવારે પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

GOLD RATES: સોનું ખરીદવા વિચારી રહ્યા છો? હાલ છે ઉત્તમ સમય, બે દિવસમાં સોનું 1,300 રૂપિયા સસ્તું થયું
Gold Rates

Follow us on

શેર બજારોમાં બમ્પર તેજી વચ્ચે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ(Gold Silver price)માં ઘટાડો થયો છે. દેશની રાજધાનીમાં બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ (Gold rate) શુક્રવારે રૂ 614 ઘટીને 10 ગ્રામના રૂ. 49,763ના સ્તરે બંધ રહ્યો છે. ગુરુવારે પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે સોનું 714 રૂપિયા સસ્તુ થઈ 10 ગ્રામ દીઠ 50,335 રૂપિયા નોંધાયું હતું. બુલિયન માર્કેટમાં શુક્રવારે ચાંદીના ભાવમાં (Silver rate) પણ 1,609 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ચાંદીનો ભાવ કિલોદીઠ 67,518 રૂપિયા પર બંધ થયો છે. ગુરુવારે ચાંદીના ભાવમાં પણ રૂ 386નો ઘટાડો થયો છે. નિષ્ણાંતો અનુસાર ડોલરમાં તેજીને કારણે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

 

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સોનાની ડિલિવરીમાં ભારે ઘટાડો થયો છે

બુલિયન માર્કેટમાં ઘટાડાની વચ્ચે  MCX પર પણ ડિલિવરીવાળા સોનામાં પણ નરમાશ જોવા મળી છે. શુક્રવારે સાંજે 6.10 વાગ્યે, ફેબ્રુઆરી ડિલિવરી માટેનું સોનું 732 રૂપિયા ઘટીને રૂ 50,172 પર 10 ગ્રામ હતું. જે રાતે 11.36એ વધુ ઘટયુ હતું, 3.36 ટકા નરમાશ સાથે 1,848 રૂપિયા ગગડીને 50 હજારની નીચે 49,056 ઉપર પહોંચ્યું હતું. રાતે  11.43 વાગ્યે 3.93 ટકા નીચે 2,002 રૂપિયાના ઘટાડા સાથે 48,902 ઉપર નોંધાયું હતું. આ અગાઉ એપ્રિલ ડિલિવરી માટે સોનું રૂ.734 ઘટી રૂ 50,206ના સ્તરે અને જૂન ડિલિવરી માટેનું સોનું રૂ. 555 ઘટી રૂ 50,421 પર બંધ થયું હતું.

 

 

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ તૂટ્યા

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના ઉપર દબાણ જોવા મળ્યું છે. ઈન્વેસ્ટિંગ ડોટ કોમ પર ફેબ્રુઆરી ડિલિવરી પર સોનું 25.70 ડોલરના ઘટાડા સાથે 1887.90 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે.

Next Article