સોનાના ભાવમાં(Gold Price Today) આજે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.17 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજના વેપારમાં ચાંદી 0.20 ટકા વધીને રૂ. 63,421 પ્રતિ કિલોના સ્તર પર છે.
સોનું 9,358 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે
વર્ષ 2020 ની વાત કરીએ તો ગયા વર્ષના સમાન સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી. આજે સોનું ઓગસ્ટ વાયદા એમસીએક્સ પર રૂ. 46,815 પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે એટલે કે તે હજુ પણ લગભગ 9,358 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે.
સોના ચાંદીના ભાવ
ઓક્ટોબર ડિલિવરી માટે સોનું આજે 0.17 ટકા ઘટીને રૂ. 46,815 પ્રતિ 10 ગ્રામ પર છે. તે જ સમયે, ચાંદી આજના વેપારમાં 0.20 ટકાના વધારા સાથે 63,421 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર કારોબાર કરી રહી છે.
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતની ચકાસણી જ નહિ પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD 46012.00 -884.00 (-1.89%) – 09:16 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 47721
RAJKOT 999 47742
(સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI 48330
MUMBAI 46780
DELHI 50350
KOLKATA 49000
(સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE 48000
HYDRABAD 48000
PUNE 48560
JAYPUR 48300
PATNA 48560
NAGPUR 46380
(સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI 42125
AMERICA 42221
AUSTRALIA 42223
CHINA 42223
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
આ પણ વાંચો : Digital Gold તેની ચમક ગુમાવી રહ્યું છે ? વાર્ષિક વેચાણમાં ઘટાડાના મળી રહ્યા છે સંકેત
આ પણ વાંચો : સરકારી કંપનીમાં રોકાણ માટેની મળી રહી છે તક , 1100 કરોડ માટે મેટલ સેકટરની આ કંપનીમાં સરકાર 10% હિસ્સો વેચશે
Published On - 9:39 pm, Thu, 16 September 21