Gold Price Today : 1 મહિનામાં સોનું 1200 રૂપિયા સસ્તું થયું,જાણો આજના લેટેસ્ટ રેટ

|

Sep 24, 2021 | 11:48 AM

Gold Price Today :સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર -ચઢાવ ચાલુ છે. તાજેતરના ઘટાડાના કારણે છેલ્લા 1 મહિનામાં જ સોનું લગભગ 1200 રૂપિયા સસ્તું થયું છે. જોકે આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના વાયદાના ભાવમાં નજીવો ફેરફાર થયો છે બીજી બાજુ ચાંદીમાં 0.12 ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો […]

Gold Price Today : 1 મહિનામાં સોનું  1200 રૂપિયા સસ્તું થયું,જાણો આજના લેટેસ્ટ રેટ
Gold Investment Rules

Follow us on

Gold Price Today :સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર -ચઢાવ ચાલુ છે. તાજેતરના ઘટાડાના કારણે છેલ્લા 1 મહિનામાં જ સોનું લગભગ 1200 રૂપિયા સસ્તું થયું છે. જોકે આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના વાયદાના ભાવમાં નજીવો ફેરફાર થયો છે બીજી બાજુ ચાંદીમાં 0.12 ટકાનો ઘટાડો થયો છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. બીજી બાજુ જો આપણે ચાંદીની વાત કરીએ તો ગુરુવારે ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો હતો જે તાજેતરના મહિનાઓમાં સૌથી વધુ છે.

જાણો એક મહિનામાં કેટલું સસ્તું થયું?
જો છેલ્લા એક મહિનામાં જોવામાં આવે તો સોનાની કિંમત 1111 રૂપિયા ઘટી છે. 26 ઓગસ્ટના રોજ MCX પર સોનાની કિંમત 47,188 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 63,192 રૂપિયા પ્રતિ કિલો હતી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આજે સોના -ચાંદીના ભાવ કેટલા છે
આજે MCX પર સોનાની કિંમત 0.4 ટકા વધીને 46,075 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તે જ સમયે ચાંદી 0.12 ટકા ઘટીને 60,714 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી છે.

સોનું રેકોર્ડ સપાટીએથી 10,200 રૂપિયા સસ્તું
સોનું હજુ પણ તેની રેકોર્ડ સપાટીથી લગભગ 10,200 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે. હકીકતમાં, ઓગસ્ટ 2020 માં સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યું હતું. તે જ સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો.

મિસ્ડ કોલ કરી સોનાનો દર જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે ફક્ત આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે જો તમે હવે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પરંતુ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD    46000.00   -56.00 (-0.12%) –  11:24 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         47634
RAJKOT 999                   47655
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 47530
MUMBAI                  46290
DELHI                      49890
KOLKATA                48590
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           47130
HYDRABAD          47130
PUNE                      47810
JAYPUR                 47840
PATNA                    47810
NAGPUR                46290
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                 42463
AMERICA           41440
AUSTRALIA      41375
CHINA                41416
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

આ પણ વાંચો :  Good Friday: શુક્રવારે શેરબજારનો સપાટો, સેન્સેક્સ 60000 પાર, NIFTY પણ સર્વોચ્ચ સ્તરે

 

આ પણ વાંચો : Sansera Engineering IPO : આજે શેરબજારમાં લિસ્ટ થશે આ શેર, શું છે કિંમત અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય?

Next Article