Gold Price Today : સોનાનાં રોકાણકારો માટે મહત્વના સમાચાર, 1 તોલા સોનું 50,000 ના સ્તરે પહોંચવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

|

Aug 18, 2021 | 11:57 AM

નિષ્ણાતોના મતે, સોનું ટૂંક સમયમાં રૂ50,000 સુધી પહોંચી જશે. રોકાણ માટે આ સારો સમય છે. સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે રોકાણનો આ સારો સમય માનવામાં આવે છે.

સમાચાર સાંભળો
Gold Price Today : સોનાનાં રોકાણકારો માટે મહત્વના સમાચાર, 1 તોલા સોનું 50,000 ના સ્તરે પહોંચવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે નિષ્ણાંતોની સલાહ
Symbolic Image

Follow us on

આજે ભારતીય બજારમાં સોનાના ભાવ (Gold Price Today) વધ્યા છે પરંતુ કિંમતી પીળી ધાતુ વૈશ્વિક સ્તરે સપાટ વેપાર કરી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું વાયદો 47,374.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ ખુલ્યો હતો જ્યારે ચાંદી 0.37% વધીને 63,462 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. આ એક અઠવાડિયામાં સોનાનો સૌથી ઊંચો ભાવ છે. પીળી ધાતુ બાદ બુધવારે ચાંદીમાં પણ સુધારો થયો હતો. ઓગસ્ટમાં આ કિંમતી ધાતુનો વાયદો 0.35 ટકા ઉછળીને રૂ .63,447 થયો હતો. ગત સિઝનમાં સોનું સપાટ બંધ થયું હતું જ્યારે ચાંદી 0.5%ઘટી હતી. જો કે સોનું હજુ પણ ગયા વર્ષની સરખામણીએ રેકોર્ડ સ્તર કરતાં 9,000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ફ્લેટ કારોબાર
આજે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ સ્થિર રહ્યા હતા. સ્પોટ ગોલ્ડ 1,785.66 ડોલર પ્રતિ ઔંસ પર સપાટ દેખાયુ હતું. યુએસ ગોલ્ડ વાયદો 1, 1,787.20 પર ફ્લેટ ટ્રેડ કરે છે. ડોલર યુરો સામે નવ મહિનાની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ચાંદી 0.1% વધીને 23.65 પ્રતિ ઔંસ થઈ છે.

સ્થાનિક બજારમાં MCX ગોલ્ડ ઓક્ટોબરમાં રૂ. 47,450-47,600 નો વધારો જોઈ શકાય છે. MCX પર ચાંદી સપ્ટેમ્બરમાં રૂ 63,000 થી ઉપર વધીને રૂ. 63,900-64,400 સુધી પહોંચી શકે છે. MCXBuldex 14,100-14,350 રૂપિયાની રેન્જમાં વેપાર કરી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સોનું રૂ 50,000 ને પાર જઈ શકે છે
નિષ્ણાતોના મતે, સોનું ટૂંક સમયમાં રૂ50,000 સુધી પહોંચી જશે. રોકાણ માટે આ સારો સમય છે. સોનામાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે રોકાણનો આ સારો સમય માનવામાં આવે છે. બીજી બાજુ જો કોઈ રોકાણકારે પહેલેથી જ સોનામાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હોય તો હવે તેને હોલ્ડ કરવું ફાયદાકારક સાબિત થઇ શકે છે.

ગઈકાલની સ્થિતિ
ભારતીય વાયદા બજારમાં ગઈકાલે સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો જે બાદમાં ફરી ઉછળ્યો હતો . મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર વાયદો મંગળવારે 0.41% ટકા ઉપર ટ્રેડ થયો હતો. જોકે ચાંદીના ભાવમાં તેજી છે. સપ્ટેમ્બર વાયદા માટે ચાંદીમાં 0.24 ટકા ઉછાળા સાથે વેપાર થયો છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં સોનામાં અસ્થિર વેપારમાં 0.47 ટકાનો વધારો થયો હતો જ્યારે ચાંદી 0.54 ટકા વધી હતી.

 

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD      47381.00   +101.00 (0.21%) –  12:00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         48910
RAJKOT 999                   48925
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 48770
MUMBAI                  47440
DELHI                      50570
KOLKATA                49410
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48330
HYDRABAD          48330
PUNE                      48750
JAYPUR                 48560
PATNA                    48750
NAGPUR                47440
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI                 43682
AMERICA          42812
AUSTRALIA     42790
CHINA               42825
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

 

આ પણ વાંચો :   કર્મચારીઓ માટે સારા સમાચાર ! નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધવાના મળી રહ્યા છે સંકેત, જાણો શું છે સરકારની યોજના

આ પણ વાંચો :   Share Market : શેરબજારમાં તેજીનો દોર યથાવત, SENSEX 56K ને પાર , જાણો કોણ છે આજના TOP GAINER અને TOP LOSER

Published On - 11:54 am, Wed, 18 August 21

Next Article