Gold Price Today : ઓક્ટોબર મહિનામાં સેફ હેવન નામના એસેટ ક્લાસ ગોલ્ડમાં રિકવરી જોવા મળી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં સોનું પ્રતિ 10 ગ્રામ 46 હજારથી નીચે ગયું હતું, જે હાલમાં MCX પર 47હજાર રૂપિયાને પાર વેપાર કરી રહ્યું છે. ક્રૂડના વધતા ભાવ, ફુગાવો, ભૌતિક માંગ, વીજળીની કટોકટીમાંથી પુરવઠાની ચિંતા અને ઇક્વિટી માર્કેટનું ઊંચુંમૂલ્ય સોનાના ભાવને ટેકો આપી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં સોનાને ટેકો આપતા ઘણા પરિબળો છે. તેથી દિવાળી પહેલા, હવે સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે. જો આમાં થોડો ઘટાડો થાય તો ટૂંકા ગાળા અને લાંબા ગાળા માટે પ્રવેશ લઈ શકાય છે.
સોનામાં રિકવરીનું મુખ્ય કારણ
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમતો સતત વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડ સતત 83 ડોલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું છે. એજન્સીઓનું માનવું છે કે આગામી દિવસોમાં ક્રૂડ 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ક્રૂડની વધતી કિંમતોએ મોંઘવારીમાં વધાર્યો કર્યો છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં સુધારો થયો છે. બીજી બાજુ જ્યારે વૈશ્વિક ઇક્વિટીની વાત આવે છે ત્યારે બજારોનું મૂલ્યાંકન વધારે છે. વધુ સુધારાની આશંકા છે. વિવિધ દેશોના ડેટા દર્શાવે છે કે ફિઝિકલ ગોલ્ડની માંગ વધી છે. ચાંદીની ઔદ્યોગિક માંગ વધી રહી છે. બીજી બાજુ ચીનમાં વીજળીની કટોકટીના કારણે પુરવઠા અંગે પણ ચિંતા છે. આ તમામ પરિબળો સોના અને ચાંદી માટે સકારાત્મક છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD 47294.00 +81.00 (0.17%) – 10:00 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 48845
RAJKOT 999 48893
(સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI 48690
MUMBAI 48070
DELHI 50540
KOLKATA 49430
(સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE 48200
HYDRABAD 48200
PUNE 48690
JAYPUR 48600
PATNA 48690
NAGPUR 48070
(સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI 43549
AMERICA 43098
AUSTRALIA 43116
CHINA 43085
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
આ પણ વાંચો : Stock Update : પ્રારંભિક કારોબારમાં બજારની રેકોર્ડ તેજી વચ્ચે શેર્સમાં કેવી રહી હલચલ? કરો એક નજર
આ પણ વાંચો : Share Market: શેરબજારમાં તેજીનો દોર યથાવત, Sensex 62000 તરફ વધ્યો તો Nifty 18500ને પાર પહોંચ્યો
Published On - 10:35 am, Mon, 18 October 21