Gold Price Today : દિવાળી નજીક આવતા સોનાની માંગમાં વધારો, 50000 રૂપિયાના સ્તરને સ્પર્શે તેવા અનુમાન

|

Oct 28, 2021 | 10:17 AM

ઑક્ટોબર 2020 મુજબ નજર કરીએ તો અત્યારે પણ સોનું રૂ 4000 સુધી સસ્તું મળી રહ્યું છે. ગયા વર્ષે આ દિવસે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 52,220 રૂપિયા હતી. આજે સોનું રૂ 48000 પર વેચાયુ છે.

Gold Price Today : દિવાળી નજીક આવતા સોનાની માંગમાં વધારો, 50000 રૂપિયાના સ્તરને સ્પર્શે તેવા અનુમાન
Dhanteras 2021 - File Photo

Follow us on

Gold Price Today : આજે સોના અને ચાંદીના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સોનાના ભાવમાં આજે થોડો વધારો જોવા મળી રહ્યો છે તો ચાંદીમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે 10 ગ્રામ સોનાની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ ચાંદીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાંદીની કિંમતમાં રૂ. 144 અથવા 0.20 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે ચાંદી રૂ. 65021.00 પર કારોબાર કરી રહી છે.

ઑક્ટોબર 2020 મુજબ નજર કરીએ તો અત્યારે પણ સોનું રૂ 4000 સુધી સસ્તું મળી રહ્યું છે. ગયા વર્ષે આ દિવસે MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 52,220 રૂપિયા હતી. આજે સોનું રૂ 48000 પર વેચાયુ છે. આમ તે હજુ પણ રેકોર્ડ સ્તર કરતાં  4000 રૂપિયા સસ્તું વેચાણ થઇ રહ્યું છે. સોનુ 50000 ના સ્તરને સ્પર્શી શકે છે.

 

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

એક નજર આજના સોનાના ભાવ ઉપર

 

MCX GOLD    48012.00  +50.00 (0.10%) –  10:00 વાગે

 

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999         49584
RAJKOT 999                   49604
(સોર્સ : આરવ બુલિયન)

 

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI                 49170
MUMBAI                  48120
DELHI                      51150
KOLKATA                50090
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE           48810
HYDRABAD          48810
PUNE                      49580
JAYPUR                 49120
PATNA                  49580
NAGPUR               48120
(સોર્સ : ગુડરિટર્ન્સ)

 

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI               44355
AMERICA        43169
AUSTRALIA     43195
CHINA               43198
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ પણ વાંચો : ચાલબાઝ ચીનને ગુજ્જુ કારોબારી ભારે પડયા, Gautam Adani નો શ્રીલંકા સ્થિત આ પ્રોજેક્ટ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂતી અને સુરક્ષા પ્રદાન કરશે

 

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : દેશમાં પેટ્રોલની કિંમત 120 રૂપિયાને પાર પહોંચી, જાણો આજે કેટલું મોંઘુ થયું તમારા વાહનનું ઇંધણ

Next Article