
ટેરિફના તરખાટ બાદ ટમ્પે જે ત્રણ મહિનાની ટેરિફ ન લગાવવાની જાહેરાત કરી તેની માર્કેટ્સ પર સકારાત્મક અસરો જોવા મળી છે અને બજાર ફરી ઉંચકાવાનું શરૂ થઈ ગયુ છે. માર્કેટ ઉંચકાયુ તેની સાથે સોનાના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. જ્યાં એશિયા અને ભારતનું માર્કેટ હાલ તેજીમાં છે ત્યારે સોનાના ભાવ પણ ઈન્ક્રીઝ થઈ રહ્યા છે. જો કે ગોલ્ડના ભાવ જે રીતે વધી રહ્યા છે તે આવનારા વધુ એક ખતરાનો ઈશારો કરી રહ્યા છે. હાલ રોકાણકારો ગોલ્ડના રોકાણ તરફ નજર દોડાવી રહ્યા છે. એક લાખે પહોંચી જશે સોનાના ભાવ જ્યારે બજાર આટલુ સારી રીતે ઉચકાઈ રહ્યુ છે. ગોલ્ડમેન સેશ નામની બેંક એ જાણકારી આપી છે કે ચિંતા ન કરો આ વર્ષના અંત સુધીમાં ગોલ્ડનો ભાવ 1.25 લાખ પ્રતિ 10 ગ્રામ સુધી જશે. ઉદાહરણ તરીકે જો હાલ એપ્રિલમાં 97 હજાર ભાવ છે તો આગામી 8 મહિનાના અંત સુધીમાં તે સવા લાખ રૂપિયાએ પહોંચી જશે .જો તેને અમેરિકી ડોલરના હિસાબે કન્વર્ટ કરીને જોઈએ તો...
Published On - 9:18 pm, Sun, 20 April 25