GOLD : સોનાની આયાત એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.9 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે નોંધાઈ, નિકાસમાં પણ આવ્યો ઉછાળો

|

Jul 26, 2021 | 7:22 AM

સોનું ખરીદવનો હાલ શ્રેષ્ઠ સમય મનાય છે. સોનાના ભાવ(MCX)માં સારો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું રૂ 47526 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું છે નિષ્ણાંતોના મતે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો કામચલાઉ છે. તેથી રોકાણકારોએ તેને એક તક તરીકે જોવું જોઈએ.

GOLD : સોનાની આયાત એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.9 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે નોંધાઈ,  નિકાસમાં પણ આવ્યો ઉછાળો
symbolic image

Follow us on

રોકાણની બાબતમાં સોનાને શરૂઆતથી જ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. તે દેશની ચાલુ ખાતાની ખાધને પણ અસર કરે છે. કોરોનાકાળમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. એપ્રિલથી જૂન 2021 ના ક્વાર્ટરમાં સોનાની આયાતમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.સોનાની આયાત વધીને 7.9 અબજ ડોલર એટલેકે રૂ. 58,572.99 કરોડ થઈ છે.

વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરાના વાયરસથી દેશવ્યાપી પ્રતિબંધને કારણે પાછલા નાણાકીય વર્ષમાં સોનાની આયાત ઘટીને 68.8 કરોડ ડોલર મુજબ રૂ. 5,208.41 કરોડ થઈ ગઈ છે. એપ્રિલથી જૂન 2021 ના ક્વાર્ટરમાં ચાંદીની આયાત 93.7 ટકા ઘટીને 39.4 કરોડ ડોલર થઈ છે. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જૂન દરમિયાન સોનાની આયાતમાં આટલા વધારા સાથે દેશની વેપાર ખાધ એટલે કે આયાત અને નિકાસ વચ્ચેનું અંતર વધીને લગભગ 31 અબજ ડોલર થયું છે.

દેશમાં 800 થી 900 ટન સોનું વાર્ષિક આયાત કરવામાં આવે છે
ભારતને સોનાનો સૌથી મોટો આયાત કરનાર દેશ માનવામાં આવે છે. ભારત વાર્ષિક 800-900 ટન સોનું આયાત કરે છે. અહીં આયાત મુખ્યત્વે ઝવેરાત ઉદ્યોગની માંગને પહોંચી વળવા કરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિના દરમિયાન રત્ન અને ઝવેરાતની નિકાસ વૃદ્ધિના પગલે 9.1 અબજ ડોલર નોંધાઈ છે જયારે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તે 2.7 અબજ ડોલર હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સોનાની કિંમત શું છે
સોનું ખરીદવનો હાલ શ્રેષ્ઠ સમય મનાય છે. સોનાના ભાવ(MCX)માં સારો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું રૂ 47526 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું છે નિષ્ણાંતોના મતે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો કામચલાઉ છે. તેથી રોકાણકારોએ તેને એક તક તરીકે જોવું જોઈએ.સોનાનો ભાવ ટૂંક સમયમાં ઉછાળો આવી શકે છે અને વલણ ઉલટા પછી એક મહિનામાં 10 ગ્રામ દીઠ, 48,500 પર પહોંચશે.

Published On - 7:21 am, Mon, 26 July 21

Next Article