Gold Price Today : સોનું છ મહિનાના રેકોર્ડ સ્તરેથી ગગડ્યુ, જાણો કેમ બદલાઈ સોનાની ચાલ

|

Nov 18, 2022 | 5:37 PM

શુક્રવારે સોનાના ભાવ સ્થિર રહ્યા હતા. છેલ્લા વેપારમાં ભાવ સાત મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. MCX પર ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 52,885 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યો હતો.

Gold Price Today : સોનું છ મહિનાના રેકોર્ડ સ્તરેથી ગગડ્યુ, જાણો કેમ બદલાઈ સોનાની ચાલ
Gold Price Today

Follow us on

શુક્રવારે સોનાના ભાવ સ્થિર રહ્યા હતા. છેલ્લા વેપારમાં સોનાનો દર સાત મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો. MCX પર સોનાનો વાયદો રૂ. 52,885 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યો હતો. જ્યારે વાયદાના બજારમાં ચાંદીનો ભાવ 0.4 ટકા વધીને રૂ. 61,216 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. અગાઉના સત્રમાં સોનું રૂ. 53,200 પર પહોંચી ગયું હતું. વૈશ્વિક બજારોમાં સોનું 1,765 ડોલર પ્રતિ ઔંસની આસપાસ છે, હાલમાં ડોલર ઇન્ડેક્સમાં આવેલી નબળાઇએ બહુમુલ્ય ધાતુને સમર્થન આપ્યુ છે. નબળા ધાતુએ વિદેશી ખરીદારો માટે આ ધાતુને સસ્તી બનાવી દિધી છે.

અમેરિકામાં ફુગાવો ડેટાથી પ્રભાવિત થયો

નિષ્ણાતો કહે છે કે ગયા વર્ષે કોમેક્સ સોનું 5.54 ટકા વધીને $1,769.4 પ્રતિ ઔંસ પર બંધ થયું હતું. તેની પાછળનું કારણ અમેરિકામાં મોંઘવારી દરમાં ઘટાડો અને અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં અનિશ્ચિતતા છે. યુએસ 2-વર્ષ અને 10-વર્ષના ટ્રેઝરી યીલ્ડમાં ગયા સપ્તાહે 31 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.

જાણકારોના મતે કિંમતોમાં વધારાને કારણે રોકાણકારો સોના તરફ ફરી આકર્ષાયા છે, SPDR ગોલ્ડ ઇટીએફમાં ઇનફ્લો દ્વારા આવા સંકેત જોવા મળી રહ્યા છે. આ સપ્તાહ ફોકસ અમેરિકાના રિટેલ સેલના આંકડા પર રહેશે. એક્સપર્ટે કહ્યુ કે અનુમાનથી સારા આંકડા અમેરિકી ડોલરમાં રિકવરીમાં મદદ અપાવશે

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

અપેક્ષિત ઉતાર-ચઢાવ ચાલુ રહેશે

નિષ્ણાતોના મતે જ્યાં સુધી ફેડરલ રિઝર્વ તરફથી કોઈ સ્પષ્ટ સંકેત નહીં મળે ત્યાં સુધી સોનું અસ્થિર રહી શકે છે. યુએસ ફેડરલ રિઝર્વ તરફથી આ અઠવાડિયે મળેલા પ્રતિસાદ અને અપેક્ષા કરતાં વધુ મજબૂત છૂટક વેચાણ ડેટાએ યુએસમાં આક્રમક દરમાં વધારાની કેટલીક આશાઓને સમાપ્ત કરી દીધી છે. રોઇટર્સના મતદાન અનુસાર, ફેડ ડિસેમ્બરમાં 50 બેસિસ પોઈન્ટથી ઓછા દરમાં વધારો કરે તેવી અપેક્ષા છે.

આ પહેલા સતત ચાર વખત પોલિસી રેટમાં 75 બેસિસ પોઈન્ટનો મોટો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ સ્થાનિક બજારની વાત કરીએ તો દિલ્હીના બુલિયનમાં ગુરુવારે સોનું 161 રૂપિયા ઘટીને 53,235 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. આ સિવાય ચાંદીની કિંમત પણ 1,111 રૂપિયાના ઘટાડા સાથે 61,958 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.

Next Article