GOLD : સોનું ખરીદતા પહેલા જાણી લો કેવું હોય છે અસલી બિલ! રસીદમાં આ માહિતી છે કે નહીં તે તપાસો નહીંતર છેતરાવાનો ભય રહેશે

|

Nov 14, 2021 | 7:39 AM

બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અનુસાર જો તમે રિટેલર અથવા જ્વેલર પાસેથી હોલમાર્કવાળા દાગીના ખરીદો છો તો તેની પાસેથી પ્રમાણિત બિલ અથવા ઇન્વૉઇસ લેવું જરૂરી છે.

GOLD : સોનું ખરીદતા પહેલા જાણી લો કેવું હોય છે અસલી બિલ! રસીદમાં આ માહિતી છે કે નહીં તે તપાસો નહીંતર છેતરાવાનો ભય રહેશે
symbolic image

Follow us on

અત્યારે સોનાની ખરીદીની સિઝન ચાલી રહી છે. જો તમે પણ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસ કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપો. સૌ પ્રથમ તમે જે જ્વેલરી અથવા ગોલ્ડ પ્રોડક્ટ ખરીદો છો તેના પર હોલમાર્કિંગ ચોક્કસપણે તપાસો. આ પહેલું પગલું છે જે ખાતરી કરે છે કે તમારી ખરીદી સાચી છે અને તમે યોગ્ય સ્થાને ચૂકવણી કરી રહ્યાં છો.

બીજી વાત બિલની છે. બિલ વિના કોઈપણ ખરીદી કરશો નહીં કારણ કે પછીથી તે જ દુકાનદાર નકારી શકે છે કે તમે તેની પાસેથી માલ લીધો નથી. બિલ લેવાનો ફાયદો એ છે કે જ્યારે તમે તેને વેચવા જશો તો ઘણી બધી પરેશાનીઓમાંથી બચી જશો.

બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) અનુસાર જો તમે રિટેલર અથવા જ્વેલર પાસેથી હોલમાર્કવાળા દાગીના ખરીદો છો તો તેની પાસેથી પ્રમાણિત બિલ અથવા ઇન્વૉઇસ લેવું જરૂરી છે. કોઈપણ પ્રકારના વિવાદ, દુરુપયોગ અથવા ફરિયાદના સમાધાન માટે આ જરૂરી છે. હોલમાર્કવાળી જ્વેલરીનું બિલ કેવું હોવું જોઈએ અને તેમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરવો જરૂરી છે તે જાણવું જરૂરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

BIS ની સૂચના શું છે?
BIS વેબસાઈટ જણાવે છે કે જ્વેલર અથવા રિટેલર પાસેથી મેળવેલા બિલ અથવા ઈનવોઈસમાં હોલમાર્ક કરેલી વસ્તુઓની વિગતો હોવી જરૂરી છે. હોલમાર્કવાળી કિંમતી ધાતુની વસ્તુઓના વેચાણ માટેના બિલ અથવા ઇનવોઇસમાં દરેક બાબતનું વર્ણન, કિંમતી ધાતુનું ચોખ્ખું વજન, કેરેટ, શુદ્ધતા અને હોલમાર્કિંગ ચાર્જનો ઉલ્લેખ હોવો જોઈએ. એવું પણ લખવું જોઈએ કે “ઉપભોક્તા BIS દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ A&H કેન્દ્રમાંથી ચકાસાયેલ હોલમાર્કવાળી જ્વેલરી અથવા આભૂષણની શુદ્ધતા મેળવી શકે છે.”

આ ઉદાહરણ સાથે સમજો
ધારો કે તમે જ્વેલર્સની દુકાનમાંથી સોનાના દાગીના ખરીદો છો. તમે 8 ગ્રામ અને 22 કેરેટની સોનાની ચેઈન ખરીદી છે. આવી સ્થિતિમાં, તમારા બિલ, ઇનવોઇસ અથવા ચલણ પર, તમારા જ્વેલર કંઈક આ રીતે લખશે-

વસ્તુનું નામ અને વિગત: સોનાની ચેન

  • નંગ : 1
  • વજન (ગ્રામ): 8 ગ્રામ
  • શુદ્ધતા : 22KT
  • વર્તમાન સોનાનો દર અને મેકિંગ ચાર્જીસ
  • હોલમાર્કિંગ ફી: રૂ 35 + GST
  • ખરીદનાર દ્વારા ચૂકવવાપાત્ર કુલ રકમ

 

 

આ બાબતનું અવશ્ય ધ્યાન રાખવું
ઘણા દુકાનદારો ગ્રાહકોને કાચું બિલ અથવા હંગામી બિલ પણ આપે છે. આ બિલમાં બધું નોંધાયેલું હોતું નથી. કામચલાઉ બિલ એ છે જે વેપારી દ્વારા ગ્રાહકને એવી વસ્તુની ખરીદી પર જારી કરવામાં આવે છે જે વેપારીના ઓડિટ અથવા ખાતાવહીમાં દર્શાવવામાં આવતી નથી. આમ, તે ટેક્સ ભરવાનું ટાળી શકે છે. અહીં ગ્રાહક વિવિધ પ્રકારના ટેક્સ (હવે GST) ભરવાનું પણ ટાળે છે. કામચલાઉ બિલ ફક્ત જ્વેલરી સ્ટોરનું નામ દર્શાવે છે (જેમાંથી જ્વેલરી ખરીદવામાં આવ્યો છે). તે ઘણીવાર ખાલી કાગળના ટુકડા પર બિલ બનાવવામાં આવે છે. આવા વ્યવહારો દ્વારા કાળું નાણું જનરેટ થાય છે.

બીજી બાજુ, સ્ટેન્ડિંગ બિલ અથવા ચલણ સંપૂર્ણપણે માન્ય વ્યવહારો પર આધારિત હોય છે અને તેમાં સંખ્યાબંધ વિગતો આપે છે-

  • ખરીદેલ સોનાની શુદ્ધતા
  • જ્વેલરીનું નામ અને કોડ
  • તમે જે સોના માટે ચૂકવણી કરી રહ્યા છો તેની ચોક્કસ રકમનું વિભાજન અને વધારાના શુલ્ક જેમ કે મેકિંગ અને વેસ્ટેજ ચાર્જીસ
  • જ્વેલર્સનો GST નંબર

 

આ પણ વાંચો :   Reliance એ રાઇટ્સ ઇશ્યૂના રોકાણકારોને ફાઈનલ પેમેન્ટ કરવા જણાવ્યુ, 29 નવેમ્બર સુધી 1257 રૂપિયા પ્રતિ શેર ખરીદવાની તક

આ પણ વાંચો : RBIએ વધુ એક બેંક પર મૂક્યો પ્રતિબંધ, કસ્ટમર્સ નહીં ઉપાડી શકે 1000 રૂપિયાથી વધુ રોકડ

Published On - 7:29 am, Sun, 14 November 21

Next Article