Global Market : મજબૂત સંકેત વચ્ચે અમેરિકા અને એશિયાના બજારોમાં સારી સ્થિતિ દેખાઈ

|

Apr 22, 2021 | 9:05 AM

આજે વૈશ્વિક બજાર(Global Market) સારા સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW 300 અંકથી વધારે વધીને બંધ થયો છે જયારે એશિયામાં મજબૂતી જોવા મળી રહી છે.

Global Market : મજબૂત સંકેત વચ્ચે અમેરિકા અને એશિયાના બજારોમાં સારી  સ્થિતિ દેખાઈ
Global Market

Follow us on

આજે વૈશ્વિક બજાર(Global Market) સારા સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW 300 અંકથી વધારે વધીને બંધ થયો છે જયારે એશિયામાં મજબૂતી જોવા મળી રહી છે. SGX NIFTY માં 150 અંકો જોરદાર ઉછાળો દેખાઈ રહ્યો છે.

2 દિવસના ઘટાડાની બાદ કાલે અમેરિકી બજારોમાં રિકવરી સાથે ટેક અને બેન્ક શેરોમાં જોરદાર ખરીદારીથી અમેરિકી બજારમાં ઉછાળો આવ્યો છે. US માર્કેટમાં સ્મૉલકેપ શેરોમાં જોરદાર તેજી જોવા મળી છે. ગઈકાલના કારોબારમાં Dow 316 અંકોના વધારાની સાથે 34137 ના સ્તર પર બંધ થયા હતો. જ્યારે S&P 38 અંકોના વધારા ની સાથે 4173 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ Nasdaq 164 અંકોના વધારાની સાથે 13950 ના સ્તર પર બંધ થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આજે એશિયાઈ બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. SGX NIFTY 66 અંક ઊપર દેખાઈ રહ્યો છે. નિક્કેઈ 2.02 ટકા તેજીની સાથે 29,088 ની આસપાસ છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.59 ટકાની તેજી જોવા મળી રહી છે. તાઈવાનના બજાર 0.59 ટકાના વધારાની સાથે 17,304.24 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે હેંગસેંગ 0.03 ટકાના ઘટાડાની સાથે 28,613.34 ના સ્તર પર છે. બીજી તરફ કોસ્પીમાં 0.52 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે શંઘાઈ કમ્પોઝિટ 0.24 ટકા નબળાઈની સાથે 3,464.52 ના સ્તર પર છે.

Next Article