Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 300 અંક તૂટ્યો

|

Apr 23, 2021 | 8:52 AM

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW JONES ૩૦૦ અંક તૂટીને બંધ થયો છે

Global Market : મિશ્ર સંકેત વચ્ચે DOW JONES 300 અંક તૂટ્યો
Global Market

Follow us on

વૈશ્વિક બજાર(Global Market) આજે મિશ્ર સંકેત આપી રહ્યા છે. અમેરિકામાં DOW JONES ૩૦૦ અંક તૂટીને બંધ થયો છે જયારે એશિયામાં  SGX  NIFTY  55 અંક નીચે લપસીને કારોબાર કરી રહ્યો છે.

કેપિટલ ગેન ટેક્સ વધવાની આશંકાથી US માર્કેટ દબાણમાં દેખાયું હતું. ગઈકાલના કારોબારમાં DOW 300 અંકથી વધારે ઘટીને બંધ થયું હતું. નવા કેપિટલ ગેન ટેક્સના પ્રસ્તાવથી US બજાર લપસ્યા છે. હવે 10 લાખ ડૉલરથી વધારાની રકમ પર 43.4 ટકા સુધી ટેક્સ સંભવ છે. ગઈકાલના કારોબારમાં DOW માં 300 અંકથી વધારાનો ઘટાડો રહ્યો. S&P 500 અને Nasdaq માં પણ આશરે 1 ટકાનો ઘટાડો રહ્યો છે. ડૉલરમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે 10 વર્ષની બૉન્ડ યીલ્ડમાં ઘટાડો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

એશિયાઈ બજારોમાં પણ આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. કોરોનાથી જાપાનમાં ફરીથી ઈમરજન્સીની આશંકા છે. ટોક્યો સહિત 3 શહેરોમાં એપ્રિલ 25-11 મે સુધી ઈમરજન્સી સંભવ છે. નિક્કેઈ આશરે 0.61 ટકા નબળાઈની સાથે 29,010.81 ની આસપાસ છે. SGX NIFTY આશરે 55 અંક નીચે દેખાઈ રહ્યા છે. સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ 0.45 ટકાનો ઘટાડો જોવા મળી આવી રહ્યો છે. તાઈવાનના બજાર 0.23 ટકાના વધારાની સાથે 17,135.91 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. હેંગસેંગ 0.83 ટકાની તેજીની સાથે 28,993.57 ના સ્તર પર છે. જો કે કોસ્પીમાં 0.02 ટકાની મામૂલી મજબૂતી દેખાઈ છે અને શંધાઈ કમ્પોઝિટ 0.14 ટકા તેની સાથે 3,469.97 ના સ્તર પર છે.

Next Article