Global Market : મજબૂત સંકેત સાથે DOW JONES 237 અને SGX NIFTY 21 અંક ઉછળ્યા

|

Feb 09, 2021 | 9:54 AM

વૈશ્વિક બજાર (Global Market) આજે મજબૂત સંકેત આપી રહ્યા છે. DOW JONES 237 અંક વૃદ્ધિ દર્જ કરી બંધ થયો છે જયારે SGX NIFTY 21 અંક ઉપર કારોબાર કરી રહ્યો છે. એશિયા અને અમેરિકાના મોટાભાગના બજાર સારી સ્થિતિ દેખાડી રહ્યા છે.

Global Market :  મજબૂત  સંકેત સાથે DOW JONES 237 અને SGX NIFTY 21 અંક ઉછળ્યા
GLOBAL MARKET

Follow us on

વૈશ્વિક બજાર(Global Market) આજે મજબૂત સંકેત આપી રહ્યા છે. DOW JONES 237 અંક વૃદ્ધિ દર્જ કરી બંધ થયો છે જયારે SGX NIFTY 21 અંક ઉપર કારોબાર કરી રહ્યો છે. એશિયા અને અમેરિકાના મોટાભાગના બજાર સારી સ્થિતિ દેખાડી રહ્યા છે.

અમેરિકી બજારમાં ડાઓ જોંસ 237.52 અંક એટલે કે 0.76 ટકાની મજબૂતીની સાથે 31385.76 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 131.35 અંક વધારા સાથે 13,987.64 અંક પર બંધ થયું છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ 0.74 ટકાની મજબૂતીની પગલે 3,915.59 સુધી પહોંચ્યો છે.

એશિયાઈ બજારમાં પણ આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 109.01 અંકની મજબૂતી સાથે 29,497.51 ના સ્તર પર દેખાઈ રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 21.50 અંક વધારાના પગલે 15,163.50 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 0.19 ટકાનો વધારો જ્યારે હેંગ સેંગ 0.08 ટકાના મામૂલી ઘટાડો દેખાયો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોરિયાઈ બજાર કોસ્પી 0.58 ટકાના વધારાની સાથે 3,109.09 ના સ્તર પર છે. તાઇવાનના બજાર 96.18 અંક સાથે 0.61 ટકા મજબૂતીની પગલે 15,802.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 0.60 ટકા વધારાની સાથે 3,553.49 ના સ્તર પર છે.

 

Next Article