GDP GROWTH : માર્ચ 2021ના ​​ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ 1.3 ટકા રહેવાનો અંદાજ, જાણો શું છે કારણ

|

May 26, 2021 | 8:14 AM

નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 1.3 ટકા વધવાની ધારણા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના સંશોધન અહેવાલ "Ecowrap" માં જણાવ્યું છે

GDP GROWTH : માર્ચ 2021ના ​​ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી ગ્રોથ 1.3 ટકા રહેવાનો અંદાજ, જાણો શું છે કારણ
સમગ્ર નાણાકીય વર્ષ માટે GDP લગભગ 7.3 ટકા ઘટી શકે છે.

Follow us on

નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 1.3 ટકા વધવાની ધારણા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના સંશોધન અહેવાલ “Ecowrap” માં જણાવ્યું છે કે સમગ્ર નાણાકીય વર્ષ માટે GDP લગભગ 7.3 ટકા ઘટી શકે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) 31 મે 2021 ના ​​રોજ ત્રિમાસિક અને વાર્ષિક પ્રોવિઝનલ અંદાજ જાહેર કરશે. રિપોર્ટ અનુસાર Nowcasting Modelના આધારે ચોથા ક્વાર્ટરમાં જીડીપીની અંદાજિત વૃદ્ધિ(GDP Growth) લગભગ 1.3 ટકાનો અને આખા વર્ષ માટે લગભગ 7.3 ટકા ઘટશે તેમ અનુમાન છે.

ભારત પાંચમું ઝડપથી વિકસિત અર્થતંત્ર બનશે
SBIએ 41 હાઈ ફ્રિકવન્સી ઇન્ડેક્સ સાથે એક Nowcasting Mode તૈયાર કર્યું છે. આમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ અને વૈશ્વિક અર્થતંત્રને લગતા ઇન્ડિકેટર શામેલ છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારત GDPના આંકડા જાહેર કરનારા 25 દેશોમાં અત્યાર સુધીની પાંચમી સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હશે જેમાં અંદાજિત જીડીપીમાં 1.3 ટકાનો વિકાસ થશે. અંદાજ સૂચવે છે કે નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 6 લાખ કરોડ રૂપિયા સુધી નજીવું જીડીપીનું નુકસાન થઈ શકે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ચાલુ નાણાકીય વર્ષમાં બેંક થાપણોમાં વધારો અને ઘટાડો બંને નોંધાયા
નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 11 લાખ કરોડ રૂપિયાનો નોમિનલ જીડીપીનું લોસ થયો હતો. અહેવાલમાં જણાવાયું છે કે એપ્રિલ અને મે 2021 માં તમામ બેંકોની થાપણો અને ક્રેડિટમાં ઘટાડો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રણ પખવાડિયામાં બેંક થાપણોમાં વધારો અને ઘટાડો બંને નોંધાયા છે. આનું કારણ પ્રથમ પખવાડિયામાં લોકોને પગાર મળવાનું અને બીજા પખવાડિયામાં તબીબી ખર્ચ માટે તેમને પાછા ખર્ચ થયા હોઈ શકે છે. આ સાથે અનિશ્ચિત પરિસ્થિતિને કારણે લોકો પાસે પૈસા રાખવાની સ્થિતિ પણ કારણભૂત હોઈ શકે છે.

Published On - 8:13 am, Wed, 26 May 21

Next Article