Gautam Adani એ વિશ્વના ધનકુબેરોની યાદીમાં ત્રીજુ સ્થાન કબ્જે કર્યું, સિદ્ધિ હાંસલ કરનાર પહેલા Asian બન્યા

|

Aug 30, 2022 | 9:52 AM

ગૌતમ અદાણીની નેટવર્થ હવે 137.4 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આ સાથે તેમણે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ફ્રાંસના બર્નાર્ડ આર્નોલ્ટને ત્રીજા સ્થાનેથી વધુ નીચે ધકેલી દીધા છે.

Gautam Adani એ વિશ્વના ધનકુબેરોની યાદીમાં ત્રીજુ સ્થાન કબ્જે કર્યું, સિદ્ધિ હાંસલ કરનાર પહેલા Asian બન્યા
Gautam Adani

Follow us on

અદાણી ગ્રુપ(Adani Group)ના ગૌતમ અદાણી(Gautam Adani)એ નવો રેકોર્ડ બનાવ્યો છે. તેઓ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. આ સાથે તે એશિયાના પ્રથમ વ્યક્તિ પણ છે જેણે વિશ્વના અમીરોમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. થોડા વર્ષો પહેલા સુધી ગૌતમ અદાણીનું ભારત બહાર ભાગ્યે જ આટલું મોટું નામ હતું પણ હવે તે એક પછી એક નવી સિદ્ધિ નોંધાવી રહ્યા છે. કોલેજ ડ્રોપઆઉટ થયેલા અને શરૂઆતમાં હીરા અને કોલસાનો વ્યવસાય કરતા ગૌતમ અદાણીએ તેમના વ્યવસાયથી મોટું નામ કમાવ્યું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં એશિયામાંથી કોઈ વ્યક્તિ ત્રીજું સ્થાન મેળવ્યું હોય તેવું પ્રથમ વખત બન્યું છે. અત્યાર સુધી ભારતના પોતાના દિગ્ગજ ઉદ્યોગપતિ અને રિલાયન્સના વડા મુકેશ અંબાણી(Mukesh Ambani) અને ચીનના જેક મા પણ આ સ્થાને પહોંચી શક્યા નથી.

ગૌતમ અદાણીની નેટવર્થ 137.4  અબજ ડોલર

ગૌતમ અદાણીની નેટવર્થ હવે 137.4 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે. આ સાથે તેમણે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં ફ્રાંસના બર્નાર્ડ આર્નોલ્ટને ત્રીજા સ્થાનેથી વધુ નીચે ધકેલી દીધા છે અને પોતે આ સ્થાને પહોંચી ગયા છે. અમીરોની યાદીમાં ગૌતમ અદાણીથી ઉપર માત્ર એલોન મસ્ક અને જેફ બેઝોસ બાકી છે. એલોન મસ્ક ટેસ્લાના સીઈઓ છે જ્યારે જેફ બેઝોસ એમેઝોન સાથે સંકળાયેલા છે. મસ્ક અને બેઝોસ બંને અમેરિકાના છે.

બ્લૂમબર્ગની યાદીમાં કોનું સ્થાન ક્યાં છે?

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્ક 251 બિલિયન ડોલરના માલિક છે. મસ્ક હાલમાં જ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટર ખરીદવા અને બાદમાં ડીલમાંથી બહાર નીકળવાને લઈને ચર્ચામાં આવ્યા હતા. એલોન મસ્કના  વિકિ રેકોર્ડ પર નજર નાખો તો તેના નામે એક પછી એક સિદ્ધિઓ સ્પષ્ટ જોવા મળે છે. તે SpaceX ના સ્થાપક, CEO અને ચીફ એન્જિનિયર છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

બીજા સ્થાને એમેઝોનના જેફ બેઝોસ છે, જેમની કુલ સંપત્તિ 153 બિલિયન ડોલર છે. તેઓ અમેરિકાના છે અને સ્પેસથી લઈને ઓનલાઈન કોમર્સ સુધીનો બિઝનેસ કરે છે. છેલ્લા એક દિવસમાં તેમની સંપત્તિમાં 981 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે.  છતાં તેઓ બીજા સ્થાને છે.

અદાણીની નેટવર્થમાં ઝડપી વધારો થયો

ભારતના ગૌતમ અદાણી 137 અબજ ડોલર સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. જો છેલ્લા એક દિવસનો હિસાબ જોઈએ તો તેની નેટવર્થમાં 1.12 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ સાથે તે પોતે બર્નાર્ડ આર્નોલ્ટને ચોથા સ્થાને ધકેલી ત્રીજા નંબરે આવી ગયો છે.

અમીરોની યાદીમાં બર્નાર્ડ આર્નોલ્ટ ચોથા સ્થાને છે. તમે પ્રખ્યાત ફેશન કંપની લુઈસ વીટનનું નામ તો સાંભળ્યું જ હશે. વિશ્વની લગભગ તમામ મોટી ફેશનેબલ બ્રાન્ડ્સ અને પ્રોડક્ટ્સ આ કંપનીની છે. બર્નાર્ડ આર્નોલ્ટ આ કંપનીના માલિક છે. બ્લૂમબર્ગની યાદીમાં આર્નોલ્ટ ચોથા સ્થાને છે. આર્નોલ્ટની કુલ સંપત્તિ 136 બિલિયન ડોલર  છે. છેલ્લા એક દિવસમાં તેમની નેટવર્થમાં 1.37 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

Published On - 9:51 am, Tue, 30 August 22

Next Article