અત્યારે હાલમાં દરેક જગ્યા પર બસ એક જ વ્યક્તિને લઈને ચર્ચા થઈ રહી છે અને તે વ્યક્તિ છે બિઝનેસમેન ગૌતમ અદાણી. સતત બીજા દિવસે ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં ઘણી તેજી જોવા મળી રહી છે. માત્ર 270 મિનિટમાં ગૌતમ અદાણીની નેટવર્થે 40 હજાર કરોડ રૂપિયાની છલાંગ જ નથી લગાવી પણ તેમને દુનિયાના અરબપતિઓની ટોપ-20ની લિસ્ટમાં વાપસી પણ કરી લીધી છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલેનિયર્સના લિસ્ટમાં તેમને 5માં નંબર પર જમ્પ માર્યો છે. તમને જણાવીએ કે આખરે ગૌતમ અદાણીની નેટવર્થ કેટલી થઈ ગઈ છે.
આ પણ વાંચો: Breaking news: RBIએ રેપો રેટ 0.25% વધાર્યો, હોમ લોનથી લઈને ઓટો અને પર્સનલ લોનમાં પણ થયો વધારો
ગૌતમ અદાણીની નેટવર્થમાં સતત બીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલેનિયર્સની લિસ્ટમાં તેમની નેટવર્થ 64.3 અરબ ડોલર થઈ ગઈ છે, જ્યારે એક દિવસ પહેલા તેમની નેટવર્થ 60 અરબ ડોલર હતી. આ વધારા બાદ તે હવે દુનિયાના 17માં સૌથી અમીર ઉદ્યોપતિ બની ગયા છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા તે 21માં નંબર પર હતા.
સવારે 9 કલાક 15 મિનિટે શેર બજાર ખુલ્યુ હતું અને ત્યારે તેમની નેટવર્થમાં વધારો થવાની શરૂઆત થઈ, 1 કલાક અને 45 મિનિટ સુધી ગૌતમ અદાણીની નેટવર્થમાં 4.9 બિલિયન ડોલરનો વધારો જોવા મળી ચૂક્યો હતો. તેનો મતલબ છે કે ગૌતમ અદાણી નેટવર્થમાં 270 મિનિટમાં ભારતીય રૂપિયાના હિસાબથી 40 હજાર કરોડનો વધારો જોવા મળ્યો.