ભારતની પ્રગતિમાં Adaniનો મોટો હાથ, આ રીતે ભારત બન્યું વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર

|

Nov 29, 2022 | 3:28 PM

Gautam Adani : કોવિડ મહામારી પછી ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણો વિકાસ થયો છે. જેના કારણે ભારત બ્રિટનને છોડીને વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. દેશની આ પ્રગતિમાં ગૌતમ અદાણી (Gautam Adani)નો મોટો હાથ માનવામાં આવી રહ્યો છે.

ભારતની પ્રગતિમાં Adaniનો મોટો હાથ, આ રીતે ભારત બન્યું વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર

Follow us on

2008 બાદ પહેલી વાર એવું બન્યુ કે ભારતના ધનાઢ્ય લોકોની ટોપ પોઝિશનમાં બદલાવ આવ્યો છે. 2008 બાદ પહેલીવાર એવુ બન્યુ કે ગૌતમ અદાણીએ મુકેશ અંબાણી પછાડીને દેશના ટોપ ઉદ્યોગપતિનું સ્થાન મેળવ્યુ છે. ગૌતમ અદાણીની નેટવર્થ વર્ષ 2021માં લગભગ ત્રણ ગણી વધી અને વર્ષ 2022માં વધીને 150 બિલીયન ડોલર પહોંચી છે, એવામાં ગૌતમ અદાણી ભારતના સૌથી અમિર વ્યક્તિ બની ગયા છે.

100 અબજ ડોલરના રોકાણની ગૌતમ અદાણીની જાહેરાત

ગૌતમ અદાણીએ આવનારા વર્ષોમાં 100 અબજ ડોલરના રોકાણની યોજનાનું એલાન કરી ચુક્યા છે. એમા પણ આ રકમનો 70 ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીને મળે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 1,211,460.11 કરોડની કુલ સંપતિ વાળા અદાણી દેશના સૌથી મોટા પોર્ટના માલિક પણ છે. શેરબજારમાં પાછલા વર્ષની તુલનામાં વાત કરીએ તો સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ ધનાઢ્ય લોકોની સંપતિ વધી છે. આ 100 લોકોની સંયુક્ત સંપતિ 25 અબજ ડોલરથી વધીને 800 અબજ ડોલર થવા પામી છે. રૂપિયો ભલે 10 ટકા નબળો પડ્યો પરંતુ, અબજોપતિ અદાણી તો ટોપ પોઝીશન પર જ રહ્યા

મુકેશ અંબાણીની નેટવર્થ ગયા વર્ષની સરખામણીમાં 5 ટકા ઓછી રહી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન ગુમાવી ચુક્યા છે, હવે તે બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની વર્તમાન નેટવર્થ $88 બિલિયન છે, જે 2021ની સરખામણીમાં 5 ટકા ઓછી છે. અંદાજ મુજબ દેશના સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનો હિસ્સો 30 ટકા છે. યાદીમાં ત્રીજી વ્યક્તિ રાધાકિશન દામાણી છે, જેઓ સ્ટોર્સના DMart નેટવર્કના માલિક છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાયરસ પૂનાવાલા તેમની પાછળ છે. પૂનાવાલાની નેટવર્થ $21.5 બિલિયન છે જ્યારે દામાની પાસે $27.6 બિલિયન છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટોપ 10માં એક મહિલા પણ સામેલ છે

ફોર્બ્સ અનુસાર, ભારતની સૌથી અમીર મહિલા સાવિત્રી જિંદાલ છે, જે ઓપી જિંદાલ ગ્રુપની ચેરપર્સન છે. તેની કુલ સંપત્તિ $16.4 બિલિયન છે. તમને જણાવી દઈએ કે આ Paytmના સ્થાપક વિજય શેખર શર્મા આ વર્ષે ફોર્બ્સની યાદીમાંથી બહાર થઈ ગયા છે. આ વર્ષે શર્માની નેટવર્થમાં મોટો ઘટાડો થયો છે. Paytmનો IPO આવ્યા બાદથી તેમની નેટવર્થમાં મોટો ઘટાડો થયો છે. આ IPOને વિશ્વનો સૌથી ખરાબ પ્રદર્શન કરનાર IPO તરીકે ગણવામાં આવી રહ્યો છે.

Published On - 3:28 pm, Tue, 29 November 22

Next Article