G7 દેશોએ લીધો રશિયા પર કડક વલણ અપનાવવાનો નિર્ણય, દેશની તેલની આવકને રોકવાનો હેતુ

|

Jun 27, 2022 | 7:51 PM

G-7એ રશિયા (Russia) પર કડક વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે. એક અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે G-7 દેશો મોસ્કોની ઉર્જા કમાણી પર અંકુશ લાવવાના ઉદ્દેશ્યથી રશિયન તેલની કિંમતની મર્યાદામાં વધારો કરવા માટેના એક કરારની જાહેરાત કરવાના છે.

G7 દેશોએ લીધો રશિયા પર કડક વલણ અપનાવવાનો નિર્ણય, દેશની તેલની આવકને રોકવાનો હેતુ
Cruid Oil (Symbolic Image)

Follow us on

7 આર્થિક શક્તિઓના ગ્રુપ G-7 દેશોએ રશિયા (Russia) પર કડક વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે. એક અમેરિકી અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે G-7 દેશો મોસ્કોની ઉર્જા કમાણી પર અંકુશ લગાવવા માટે રશિયન તેલની  (Oil) કિંમતની મર્યાદાને આગળ વધારવા માટે એક કરારની જાહેરાત કરવાના છે. આ પગલું યુક્રેનને (Ukraine) ટેકો આપવા માટેના સંયુક્ત પ્રયાસનો એક ભાગ છે, જેમાં રશિયન માલસામાન પર ટેરિફ વધારવાનો અને યુદ્ધને ટેકો આપનારા સેંકડો રશિયન અધિકારીઓ અને સંસ્થાઓ પર નવા નિયંત્રણો લગાવવાનું સામેલ છે. G-7 નેતાઓ જર્મનીના આલ્પ્સમાં તેમની ત્રણ દિવસીય સમિટ દરમિયાન પ્રાઈસ કેપ કરારને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે.

રશિયન અર્થતંત્ર પરની અસર પછીથી ધ્યાનમાં લેવામાં આવશે

ભાવ મર્યાદા કેવી રીતે કામ કરશે, તેમજ તેની રશિયન અર્થવ્યવસ્થા પર શું અસર પડશે તે અંગે જી-7ના નાણામંત્રીઓએ આગામી સમયમાં વિચારવું પડશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી અર્થવ્યવસ્થાઓ પણ તેમના દેશોમાં રશિયન આયાત પર ટેરિફ વધારવાનો નિર્ણય લેશે. અમેરિકાએ 570 કેટેગરીના સામાન પર નવા ટેરિફની જાહેરાત કરી છે.

આ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રવિવારે કહ્યું હતું કે G-7 સભ્ય દેશો રશિયાથી સોનાની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરવા જઈ રહ્યા છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ લાદવામાં આવી રહેલા પ્રતિબંધોના દોરમાં આ એક નવો પ્રતિબંધ હશે. વિશ્વના સાત મોટા વિકસિત દેશોના સંગઠન G-7ની જર્મનીમાં મ્યુનિક નજીક એલમાઉ ખાતે શિખર બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રશિયામાંથી સોનાની આયાત પર પ્રતિબંધ મૂકવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. અનુમાન છે કે મંગળવારે જી-7 દેશો આ અંગે અંતિમ નિર્ણય લેશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બાઈડેન અને અન્ય વિકસિત દેશોના વડાઓ રુસો-યુક્રેન યુદ્ધ વચ્ચે ઊર્જા પુરવઠો કેવી રીતે સુરક્ષિત કરવો તે અંગે સમિટમાં ચર્ચા કરશે. આ સિવાય વિશ્વની મોટાભાગની અર્થવ્યવસ્થાઓમાં ઝડપથી વધી રહેલી મોંઘવારી પર અંકુશ મેળવવાના માર્ગો પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. બાઈડેન વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈંધણ પછી સોનું રશિયાની બીજી સૌથી મોટી નિકાસ છે. આવી સ્થિતિમાં રશિયામાંથી સોનાની આયાત પર અંકુશ મુકવાથી રશિયા માટે વૈશ્વિક બજારોમાં ભાગ લેવો મુશ્કેલ બનશે.

Next Article