ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ રિટેલ ડીલને રોકવાનાં એમેઝોનના તમામ પ્રયત્નો નિષ્ફળ, સીસીઆઈએ ડીલને મંજૂરી આપી

|

Nov 21, 2020 | 10:33 AM

ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ રિટેલ ડીલને રોકવા માટે એમેઝોનના તમામ પ્રયત્નો આખરે નિષ્ફળ રહ્યા છે. ઉદ્યોગપતિ કિશોર બિયાનીની માલિકીના ફ્યુચર ગ્રુપ અને મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ રિટેલ વચ્ચેના સોદા પર Competition Commission of India- CCI તરફથી ગ્રીન સિગ્નલ મળ્યો છે. CCIએ ફ્યુચર ગ્રૂપના રિટેલ, જથ્થાબંધ, છૂટક અને જીવનશૈલીના વ્યવસાયોને રિલાયન્સ રિટેલ રીચર્સ વેંચર્સ લિમિટેડ RRVLદ્વારા સંપાદનને મંજૂરી […]

ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ રિટેલ ડીલને રોકવાનાં એમેઝોનના તમામ પ્રયત્નો નિષ્ફળ, સીસીઆઈએ ડીલને મંજૂરી આપી

Follow us on

ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ રિટેલ ડીલને રોકવા માટે એમેઝોનના તમામ પ્રયત્નો આખરે નિષ્ફળ રહ્યા છે. ઉદ્યોગપતિ કિશોર બિયાનીની માલિકીના ફ્યુચર ગ્રુપ અને મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ રિટેલ વચ્ચેના સોદા પર Competition Commission of India- CCI તરફથી ગ્રીન સિગ્નલ મળ્યો છે. CCIએ ફ્યુચર ગ્રૂપના રિટેલ, જથ્થાબંધ, છૂટક અને જીવનશૈલીના વ્યવસાયોને રિલાયન્સ રિટેલ રીચર્સ વેંચર્સ લિમિટેડ RRVLદ્વારા સંપાદનને મંજૂરી આપી દીધી છે.

CCIએ ટ્વીટ કર્યું છે કે કમિશને RRVL દ્વારા ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિમિટેડ-FELના સંપાદનને મંજૂરી આપી દીધી છે. 29 ઓગસ્ટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની RRVL 24,713 કરોડ રૂપિયામાં ફ્યુચર ગ્રૂપના રિટેલ વ્યવસાયને હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. આ ડીલ અંતર્ગત, ફ્યુચર ગ્રુપ  તેના તમામ રિટેલ, જથ્થાબંધ, જીવનશૈલી, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ વ્યવસાયોને રિલાયન્સ રિટેલમાં ટ્રાન્સફર કરશે. ડીલમાં  રિલાયન્સ રિટેલ અને ફેશન લાઇફસ્ટાઇલ લિમિટેડ  6.09% હિસ્સો રૂ. 1,200 કરોડમાં ખરીદશે, જે મર્જર પછી તેને મળશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફ્યુચર રિટેલ દાવોમાં સુનાવણી દરમિયાન, દિલ્હી હાઈકોર્ટે 20 નવેમ્બરે તમામ સંબંધિત પક્ષોને જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. ફ્યુચર ગ્રૂપની રિલાયન્સ રિટેલ સાથેના સોદાની વિરુદ્ધ એમેઝોનએ સિંગાપોર આર્બિટ્રેશન કોર્ટમાં ગયું હતું. સિંગાપોર આર્બિટ્રેશન કોર્ટે એમેઝોનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ફ્યુચર ગ્રુપ-રિલાયન્સ ડીલને સ્થગિત રાખવાનો આદેશ આપ્યો હતો


સિંગાપોર આર્બિટ્રેશન કોર્ટેના સ્ટે સામે ફ્યુચર ગ્રૂપે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા અને કેવિટેશન પિટિશન દાખલ કરી હતી, જે હાલમાં સુનાવણી હેઠળ છે. એમેઝોને આ સોદા અંગે SEBI ને પણ પત્ર લખ્યો હતો. સિંગાપોર આર્બિટ્રેશન કોર્ટનો નિર્ણય સીધો ભારતમાં લાગુ પડતો નથી તેનો અમલ કરવા માટે, ભારતના કોઈપણ ઉચ્ચ અદાલત અથવા સુપ્રીમ કોર્ટનો આદેશ આવશ્યક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Next Article