PNB સ્કેમના આરોપી ભાગેડુ Mehul Choksi ને ભારત લાવીશું : વિદેશ મંત્રાલય

|

Jun 03, 2021 | 7:41 PM

PNB સ્કેમનો સૂત્રધાર અને ભાગેડુ હીરા ઉદ્યોગપતિ Mehul Choksi ને ભારતમાં પ્રત્યાર્પણ કરવાના ચાલી રહેલા પ્રયાસો વચ્ચે વિદેશમંત્રાલયે કહ્યું છે કે તેને ભારત પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. તેની માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

PNB સ્કેમના આરોપી ભાગેડુ  Mehul Choksi ને ભારત લાવીશું : વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે કહ્યું ભાગેડુ હીરા ઉદ્યોગપતિ Mehul Choksi ને ભારત લાવીશું

Follow us on

PNB સ્કેમનો સૂત્રધાર અને ભાગેડુ હીરા ઉદ્યોગપતિ Mehul Choksi ને ભારતમાં પ્રત્યાર્પણ કરવાના ચાલી રહેલા પ્રયાસો વચ્ચે વિદેશમંત્રાલયે કહ્યું છે કે તેને ભારત પરત લાવવાના પ્રયાસો ચાલુ છે. તેની માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિદેશમંત્રાલયના પ્રવક્તાએ ગુરુવારે કહ્યું, ‘ભારત મક્કમ છે કે ભાગેડુઓને દેશમાં પરત લાવવા જોઇએ. હાલ તે ડોમિનિકાની કસ્ટડીમાં છે અને કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. અમે તમામ પ્રયત્નો ચાલુ રાખીશું જેથી Mehul Choksi  ને ભારત  લાવી શકાય.

વિદેશ મંત્રાલયે આ વાત એ સમયે કરી હતી જ્યારે ભાગેડુ ઉદ્યોગપતિ Mehul Choksi ડોમિનિકા પોલીસના હવાલે છે અને મેજિસ્ટ્રેટે જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. ચોક્સીને 23 મેના રોજ કેરેબિયન ટાપુ રાષ્ટ્ર ડોમેનિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ ધરપકડ કરાઈ હતી.

ડોમિનિકા મીડિયાના રિપોર્ટ અનુસાર મેહુલ ચોકસી જે 13,500 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB)છેતરપિંડીના કેસમાં નો સૂત્રધાર છે. મેહુલ ચોક્સીએ મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પડોશી દેશ એન્ટિગુઆ અને બાર્બુડાથી ડોમિનિકામાં બળજબરીથી લાવવામાં આવ્યો હતો. વ્હીલચેરમાં બેઠેલા 62 વર્ષીય ચોક્સીએ પ્રોસીડિંગ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. તેને ડોમિનિકા ચાઇના ફ્રેન્ડશીપ હોસ્પિટલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ જ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

ડોમિનીકા હાઈકોર્ટે ચોક્સીની હેબિયસ કોર્પસ પિટિશનની સુનાવણી કરતાં તેમને ગેરકાયદેસર પ્રવેશના આરોપનો સામનો કરવા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો હતો. કોર્ટમાં ધરપકડ કરાયેલ અથવા ગેરકાયદેસર રીતે અટકાયત કરાયેલ વ્યક્તિને રજૂ કરવા માટે હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવે છે.

આથી ભારતનો દાવો પ્રબળ છે
મેહુલ ચોક્સીનો પીછો કરતા ભારતીય એજન્સીઓના સૂત્રો કહે છે કે તેમણે પોતાનો પાસપોર્ટ સરઅંડર કરી દીધો હશે. પરંતુ ભારતે તે સ્વીકાર્યો નથી. વળી તેમને પાસપોર્ટ સરઅંડરનું પ્રમાણપત્ર પણ ઇસ્યુ કરવામાં આવ્યું નથી. સૂત્રો કહે છે કે ઈન્ટરપોલ ભારતમાં થયેલા આર્થિક ગુનાઓ માટે ચોક્સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ફટકારી છે અને તેની કોર્ટમાં ચર્ચા થશે.

Published On - 7:35 pm, Thu, 3 June 21

Next Article